Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મિશા કપૂરે મમ્મી મીરા સાથે કર્યું મેચિંગ, જુઓ ક્યુટ ફોટો

મિશા કપૂરે મમ્મી મીરા સાથે કર્યું મેચિંગ, જુઓ ક્યુટ ફોટો

09 July, 2019 04:22 PM IST | મુંબઈ

મિશા કપૂરે મમ્મી મીરા સાથે કર્યું મેચિંગ, જુઓ ક્યુટ ફોટો

મિશા કપૂરે મમ્મી મીરા સાથે કર્યું મેચિંગ, જુઓ ક્યુટ ફોટો


કહેવાય છે કે લાઈક મધર, લાઈક ડોટર. આ વાક્ય શાહિદ કપૂરની પુત્રી મિશા અને પત્ની મીરા કપૂરના લેટેસ્ટ ફોટોને બિલકુલ સાચી લાગી રહી છે. આ ફોટોમાં મિશા કપૂરે મમ્મ મીરા સાથે ટ્રેડિશનલ આઉટફિટમાં મેચિંગ કર્યું છે. શાહિદ કપૂરની પત્નીએ ઈન્સ્ટાગ્રામ પર આ ફોટો શૅર કર્યો છે. ઉલ્લેખનીય છે કે મીરા રાજપૂત સમયાંતરે પોતાના ફેમલિના ફોટોઝ સોશિયલ મીડિયા પર શૅર કરતી રહે છે.

તાજેતરમાં જ મીરાએ શૅર કરેલા ફોટોમા તે પોતાની ક્યુટ પુત્રી મિશા સાથે દેખાઈ રહી છે. આ ફોટમાં મિશા અને મીરાએ બ્લુ અને પિંક ટ્રેડિશનલ સલવાર કમીઝ પહેરેલા છે. મીરાએ ફોટો નીચે કેપ્શનમાં લખ્યું છે,'મેચ'



આ ફોટમાં મા દીકરીના ચહેરા પર મિલિયન ડોલર સ્માઈલ દેખાઈ રહી છે. કેટલાક દિવસો પહેલા મિશા કપૂર કાર્ટૂન કેરેક્ટર પેપ્પા પિગ અને જ્યોર્જ સાથે મસ્તી કરતી જોવા મળી હતી. સોશિયલ મીડિયા પર સક્રિય મીરા રાજપૂતે પોતાની આ ક્યુટ પુત્રીના ફોટોઝ ઈન્સ્ટાગ્રામ પર શૅર કર્યા હતા, જેમાં મિશા કપૂરના એક્સપ્રેશન પર લોકો ફિદા થઈ ગયા હતા. આ ફોટોમાં મિશા કપૂર પેપ્પા પિગ સાથે હાઈ ફાઈ કરતી દેખાઈ રહી હતી.


 
 
 
View this post on Instagram

Match ?‍♀️ #tb

A post shared by Mira Rajput Kapoor (@mira.kapoor) onJul 8, 2019 at 9:51am PDT


બીજી તરફ આ ક્યુટી પાઈના પપ્પા શાહિદ કપૂરની વાત કરી એ તો શાહિદની ફિલ્મ કબીર સિંહ બોક્સ ઓફિસ પર ધમાકેદાર પર્ફોમન્સ આપી રહી છે. ફિલ્મ ઈન્ડિયન બોક્સ ઓફિસ પર 213 કરોડનો આંકડો પાર કરી ચૂકી છે. આ ફિલ્મમાં શાહિદ કપૂરે એવા બોય ફ્રેન્ડનું પાત્ર ભજવ્યું છે જે ખૂબ જ ગુસ્સાવાળો અને ડોક્ટર છે, પરંતુ ગર્લ ફ્રેન્ડ ન મળતા તે પોતાની જાતને બરબાદ કરવા માટે નશો કરતો રહે છે.

આ પણ વાંચોઃ Sanjeev Kumar:જાણો શોલેમાં ઠાકુર બનેલા આ ગુજરાતીની અજાણી વાતો

ફિલ્મ કબીર સિંહમાં શાહિદ કપૂરની સાથે સાથે સોહન મજુમદાર, અર્જન બાજવા, સુરેશ ઓબેરોય, નીકિતા દત્તા, કામિની કૌશલ પણ મેઈન રોલમાં હતા. ફિલ્મને ભૂષણ કુમાર, મુરાદ ખેતાની, અશ્વિન વર્ડેએ પ્રોડ્યુસ કરી છે. જે 21 જૂને રિલીઝ થઈ હતી.

Whatsapp-channel Whatsapp-channel

09 July, 2019 04:22 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK