સેક્સ સિમ્બોલના ટૅગથી ચિંતિત નથી મિલિંદ સોમણ
મિલિંદ સોમણ
મિલિંદ સોમણને તેના પર લાગેલા સેક્સ સિમ્બોલના ટૅગનો જરા પણ વાંધો નથી. મધુ સપ્રુ સાથે 90ના દાયકામાં ન્યુડ ફોટોશૂટ કરીને તે ખૂબ ચર્ચામાં આવ્યો હતો. તો થોડા સમય પહેલાં જ તેણે પોતાના બર્થ-ડે પર ગોવાના બીચ પર ન્યુડ બનીને રનિંગ કર્યું હતું. એને કારણે તે ફરી એક વખત ચર્ચાનો વિષય બન્યો હતો. એ વિશે મિલિંદે કહ્યું હતું કે ‘સેક્સ સિમ્બોલના ટૅગનો મને જરા પણ વાંધો નથી. એનું કારણ હું તમને જણાવીશ, કારણ કે એક પુરુષને સેક્સ સિમ્બોલનો ટૅગ મળવો સારી વસ્તુ છે. પુરુષને જો સેક્સ સિમ્બોલ તરીકે ઓળખવામાં આવે તો તે ખૂબ ખુશ થઈ જાય છે, કારણ કે તેના માટે એ એક્સ્ટ્રા વસ્તુ છે. બીજી તરફ જો મહિલાઓને સેક્સ સિમ્બોલ તરીકે જોવામાં આવે તો તેના માટે દરેક પાસા પર ધ્યાન આપવામાં આવે છે, જે સારી બાબત નથી.’