અમિતાભ બચ્ચનનું કહેવું છે કે તેમની લાઇફમાં દિલીપકુમારજી અને વહીદા રહેમાન આદર્શ છે. અમિતાભ બચ્ચન અને વહીદા રહમાને ‘ત્રિશૂલ’, ‘અદાલત’ અને ‘નમકહલાલ’માં સાથે કામ કર્યું હતું. વહીદા રહેમાન પ્રતિ સન્માન વ્યક્ત કરતાં અમિતાભ બચ્ચને કહ્યું હતું કે ‘મારી લાઇફમાં બે વ્યક્તિઓ આદર્શ સમાન છે. દિલીપકુમારજી અને વહીદા રહેમાન. મારા માટે આજ દિન સુધી વહીદા રહેમાન સૌથી સુંદર મહિલા છે. તેઓ એક સારા કલાકારની સાથે જ સારી વ્યક્તિ પણ છે. મારા માટે ભારતીય મહિલાનું ઉત્તમ ઉદાહરણ વહીદા રહેમાન છે. વહીદાજીએ બૉલીવુડમાં જે યોગદાન આપ્યું છે એને શબ્દોમાં ન વર્ણવી શકાય.’
આ પણ વાંચો : કિંગ ખાન સામે CBI તપાસની માંગ, IIPMના વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડીનો છે મામલો
વહીદાજીએ અમારી ફૅમિલીના ત્રણ સદસ્યો સાથે કામ કર્યું છે. તેણે અમારા ત્રણેયની મમ્મીનો રોલ કર્યો છે. ૧૯૭૩માં આવેલી ‘ફાગુન’માં મારી વાઇફ જયા બચ્ચનની, ૨૦૦૨માં આવેલી ‘ઓમ જય જગદીશ’માં અભિષેકની અને ૧૯૭૮માં આવેલી ‘ત્રિશૂલ’માં તેમણે મારી મમ્મીની ભૂમિકા ભજવી હતી.
- અમિતાભ બચ્ચન
Amitabh Bachchanની આ દુર્લભ તસવીરમાં હાજર છે એક સુપરસ્ટાર, ઓળખો કોણ છે?
19th January, 2021 15:37 ISTપિતા હરિવંશ રાયની પુણ્યતિથિ પર અમિતાભ બચ્ચને લખ્યું આ...
18th January, 2021 16:30 ISTગુજરાત બાદ હવે ઉત્તરાખંડ ટૂરિઝમને પ્રમોટ કરશે અમિતાભ બચ્ચન
17th January, 2021 16:51 ISTભારતમાં મૅરડોનાની જેમ વેસ્ટમાં પણ અમિતાભ બચ્ચન ખૂબ જાણીતા છે: ફિલ્મમેકર પેબલો સેઝર
17th January, 2021 16:50 IST