સલમાન ખાને કરી 'હવા સિંહ'ની જાહેરાત
સૂરજ પંચોલી 'હવા સિંહ'ના રોલમાં
સલમાન ખાને ‘હવા સિંહ’ની જાહેરાત કરી છે. આ ફિલ્મમાં સૂરજ પંચોલી લીડ રોલમાં જોવા મળશે. બૉક્સર હવા સિંહને ભારતીય બૉક્સિંગના જનક ગણવામાં આવે છે. તેઓ એક નાનકડા ગામમાં રહેતા હતા. પોતાની મહેનતથી તેમણે વિશ્વ સ્તરે બૉક્સિંગમાં નામના મેળવી હતી. તેમને અર્જુન અવૉર્ડ અને દ્રોણાચાર્ય અવૉર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. ફિલ્મની સ્ટોરી હરિયાણાની છે. ફિલ્મનું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. ફિલ્મનો ફર્સ્ટ લુક ટ્વિટર પર શૅર કરીને સલમાને ટ્વીટ કર્યું હતું કે હવા સે બાતેં કરેગા સિંહ.