'ઘર સે નીકલતે હી' ગીતવાળી એક્ટ્રેસ Google ઈન્ડિયામાં બની હેડ

Apr 04, 2019, 18:13 IST

પૂર્વ ફિલ્મ અભિનેત્રી મયૂરી કાંગો હાલ ગૂગલ ઈન્ડિયામાં કામ કરી રહી છે. હાલ તે ગૂગલ ઈન્ડિયામાં ઈન્ડસ્ટ્રી એજન્સી પાર્ટનરશિપ હેડ બની ચૂકી છે. મયૂરીએ બોલીવુડમાં 'પાપા કહેતે હૈ' નામની ફિલ્મમાં કામ કર્યું હતું.

પૂર્વ ફિલ્મ અભિનેત્રી મયૂરી કાંગો હાલ ગૂગલ ઈન્ડિયામાં કામ કરી રહી છે. હાલ તે ગૂગલ ઈન્ડિયામાં ઈન્ડસ્ટ્રી એજન્સી પાર્ટનરશિપ હેડ બની ચૂકી છે. મયૂરીએ બોલીવુડમાં 'પાપા કહેતે હૈ' નામની ફિલ્મમાં કામ કર્યું હતું.

આ ફિલ્મ તો ફ્લોપ રહી હતી પરંતુ તેનું ગીત 'ઘર સે નિકલતે હી' ખૂબ હિટ રહ્યું હતું. આ ફિલ્મ 23 વર્ષ પહેલા 1996માં રિલીઝ થઈ હતી. જેમાં મયૂરી કાંગોની સાથે જુગલ હંસરાજ હતા.

mayur kango

ફિલ્મ ફ્લોપ રહી અને બોલીવુડમાં મયૂરી ખાસ કશું ઉકાળી ન શકી. તેણે લગભગ 15 ફિલ્મો અને કેટલીક ટીવી સિરિયલમાં હાથ અજમાવ્યા બાદ બોલીવુડને ટાટા બાય બાટ કરી લીધું. 2009માં આવેલી સૈફ અલી ખાન અને કરીના કપૂરની 'કુરબાંન' તેની લાસ્ટ ફિલ્મ હતી.

 બાદમાં ન્યૂોયર્ક બિઝનેસ સ્કૂલમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યા બાદ 2009માં મયૂરીએ કોર્પોરેટ વર્લ્ડમાં એન્ટ્રી કરી. મયૂરીએ 2 વર્ષ સુધી ફ્રેંચ એડવર્ટાઈઝિંગ કંપની પબ્લિસિસ ગ્રૂપ સાથે કામ કર્યું. મયૂરીના લિંક્ડ ઈન પ્રોફાઈલ પ્રમાણે તે આ કંપનીમાં મેનેજિંગ ડિરેક્ટર હતી.

mayuri kango

ઔરંગાબાદમાં જન્મેલી મયૂરી હાલ 36 વર્ષની છે, તેણે 2003માં NRI આદિત્ય ઢિલ્લન સાથે લગ્ન કર્યા હતા. બંનેને એક પુત્ર પણ છે. ઉલ્લેખનીય છે કે ફિલ્મ 'પાપા કહેતે હૈ'માં મહેશ ભટ્ટે લીડ રોલ આપ્યો હતો.

આ પણ વાંચોઃ લિઝા રૅઃજાણો કેવી રીતે અભિનેત્રીએ કેન્સરને આપી માત

આ ફિલ્મ બાદ મયૂરી બેતાબી, હોગી પ્યાર કી જીત, અને બાદલ જેવી ફિલ્મોમાં દેખાઈ હતી. બાદમાં મયૂરીએ 2001માં આવેલા શો ડૉલર બહુ, અને 2003માં કરિશ્માઃ ધ મિરેક ઓફ ડેસ્ટિનીમાં કરિશ્મા કપૂરની પુત્રીનો રોલ કર્યો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK