લિઝા રે એક એવી ફાઈટર છે, જે કેન્સર જેવી ખતરનાક બીમારીને હરાવી ચૂકી છે, અને હાલ શાનદાર જિંદગી જીવી રહી છે.
લિઝા રે ઘણી બોલીવુડ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. પરંતુ કસૂર અને વૉટર જેવી ફિલ્મોમાં તેમનો અભિનય વખણાયો હતો.
ફિલ્મ કસૂરમાં લિઝા રેના ડાયલોગ દિવ્યા દત્તાએ ડબ કર્યા હતા. કારણ કે આ ફિલ્મ સમયે લિઝાને હિન્દી નહોતું આવડતું. લિઝા પાછળથી હિન્દી શીખી છે.
2015માં કેન્સરને હરાવ્યા બાદ લિઝાએ 'ઈશ્ક ફોર એવર'થી કમબેક કર્યું હતું. જે બાત તે 2016માં રામગોપાલ વર્માની ફિલ્મ 'વીરપ્પન'માં દેખાઈ હતી.
2009માં લિઝા રેને મલ્ટીપલ માઈલોમા નામના કેન્સરનું નિદાન થયું હતું. આ એક રૅર પ્રકારનું કેન્સર છે. 2010માં સ્ટેમસેલ ટ્રાન્સપ્લાન્ટ બાદ લિઝા કેન્સરથી મુક્ત થઈ હતી.
47 વર્ષની ઉંમરે પણ લીઝા ખૂબ જ ફિટ અને સુંદર લાગે છે. તે સમયાંતરે સોશિયલ મીડિયા પર ફોટોઝ શૅર કરતી રહે છે. લીઝા વર્લ્ડ ટ્રાવેલ કરતી રહે છે.
2012માં લિઝા રેએ જેસન સાથે લગ્ન કર્યા હતા. બન્ને સરોગસીથી પેરેન્ટસ બન્યા છે. સપ્ટેમબર 2018માં તેમને બે જોડિયા બાળકીનો જન્મ થયો હતો.
કેન્સરને માત આપ્યા બાદ આજે પણ લિઝા રે ખાવા પીવામાં સાવચેતી આપે છે. મૂળ ભારતીય પરંતુ કેનેડામાં જન્મેલી અભિનેત્રી ઘણીવાર ટ્રેડિશનલ કપડામાં દેખાય છે.
લિઝા રે બોલીવુડની સાથે સાથે કેટલીક સાઉથ ઈન્ડિયન ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે.
લિઝાની તસવીરો જોઈને સમજી શકાય છે કે તે પોતાના જીવનમાં ખૂબ જ ખુશ છે અને પરિવાર સાથે શાનદાર જિંદગી જીવે છે.
લિઝા રે પોતાનું માતૃત્વ પણ એન્જોય કરી રહી છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. ઈન્સ્ટાગ્રામ પર પોતાની બાળકીઓના ફોટા શૅર કરતી રહે છે.
1972માં જન્મેલી લિઝાના પિતા બંગાળી છે તો માતા પોલિશ છે. લિઝાનું બાળપણ કોલકાતાાં વીત્યું છે.
બોલીવુડ કરિયર શરૂ કરતા પહેલા લિઝા રે એક દાયકા સુધી ભારત, લંડન, પેરિસ અને ટોરન્ટો વચ્ચે આવ જા કરતી રહી હતી. મોડેલિંગ શરૂ કર્યા બાદ લિઝા રેએ લંડનમાં એક્ટિંગની તાલીમ લીધી હતી.
1990માં કરણ કપૂરની સાથે બોમ્બે ડાઈંગની એડમાં ચમક્યા બાદ લિઝા રે ખૂબ નોટિસ થઈ હતી.
1996માં લિઝા રે નૂસરત ફતેહ અલી ખાનની ગઝલ આફરીન આફરીનમાં દેખાઈ હતી.
1996માં જ લિઝા રે એ એક્ટિંગમાં પણ ડેબ્યુ કર્યો હતો. લિઝાએ તમિલ ફિલ્મ નેથાજી દ્વારા એક્ટિંગમાં ઝંપલાવ્યુ હતું.
આ ફિલ્મના 5 વર્ષ બાદ લિઝા રેએ મુકેશ ભટ્ટની ફિલ્મ કસૂરથી બોલીવુડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં લિઝાની સાથે આફતાબ શિવદાસાની હતા.
બાદમાં લિઝા રે એ તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ હાથ અજમાવ્યો હતો. લિઝાએ 2002માં તક્કરી ડોંગા નામની ફિલ્મમાં મહેશ બાબુ અને બિપાશા બાસુ સાથે એક્ટિંગ કરી હતી.
2002માં લિઝા રે એ દીપા મહેતાની કેનેડિયન રોમકોમમાં કામ કર્યું હતું. આ ફિલ્મમાં તેની સાથે રાહુલ ખન્ના હતા. ફિલ્મનું ગીત 'રંગ રંગ મેરે રંગ મેં' ખૂબ જ પોપ્યુલર થયું હતું.
લિઝા રેને રિસ્ક લેવું ગમે છે, તેને એબનોર્મલ કેરેક્ટર પ્લે કરવા પણ ગમે છે. લિઝાનું કહેવું છે કે,'જે કોઈ પણ મારી એક્ટિંગ કરિયર ધ્યાનથી જોશે તો સમજાશે મેં કયા પ્રકારની ફિલ્મો કરી છે.'
હાલની સ્થિતિમાં લિઝા રે જરૂરિયાત સિવાયનું કામ કરતી નથી. લિઝા કહે છે કે,'હવે હું એવી વસ્તુઓનો ભાગ બનવા ઈચ્છું છું જે કંઈક અલગ હોય, કોઈ જુદા પ્રકારના કેરેક્ટર હોય અને જેમાં મજા હોય.'
બોલીવુડ અને હોલીવુડની સાથે લિઝા રેએ દીપા મહેતાની ફિલ્મ કૂકિંગ વીથ સ્ટેલા અને વૉટરમાં કામ કર્યું છે. જે ક્રિટીક્સે ખૂબ જ વખાણી હતી.
લિઝા રે પોતાની જાતને કેન્સર ગ્રેજ્યુએટ ગણાવે છે. લિઝાનું કહેવું છે કે કિમોથેરાપી બાદ જે લૂક મળ્યો છે, તેનાથી હું ખુશ છું.
એક ઈન્ટરવ્યુમાં લિઝાએ કહ્યું હતું,'જ્યારે તમે જિંદગી માટે લડો છો, ત્યારે તમારા માટે બીજી કોઈ પ્રાથમિક્તા નથી હોતી. અને જ્યારે તમે સાજા થઈ જાવ છો ત્યારે જ ખબર પડે છે કે બિનજરૂરી ચીજો પાછળ કેટલો સમય બગાડ્યો છે.'
લિઝાનું કહેવું છે કે,'હું કેન્સરમાંથી પસાર થઈ ત્યારે ઘણા લોકોએ મને મેસેજ કર્યા, મારા માટે પ્રાર્થના કરી. હું તે બધું પાછું તો ન આપી શકું. પરંતુ હું કેન્સર વિશે અવેરનેસ ફેલાવી શકું છું.'
લિઝા રે બાળકીઓના જન્મ માટે પણ કામ કરે છે. સાતે જ તે મલ્ટીપલ માયલોમા કેન્સર સામે પણ કેમ્પેઈન ચલાવે છે.
લિઝા રેએ બોલીવુડમાં ઈશ્ક ફોર એવર નામની ફિલ્મથી કમબેક કર્યું હતું. આ ફિલ્માં એક્શન સિન્સ માટે લિઝા રેને અસલી ગન અપાઈ હતી.
લિઝા રે ક્યારેક કવિતા પણ કરે છે. લિઝા રે ઈન્સ્ટાગ્રામ પર પોતાની કવિતાઓ પોસ્ટ કરતી રહે છે.
લિઝા રે @Protestpoet પર પણ પોતાની કવિતાઓ મૂક્તી રહે છે. મિડ ડે સાથેના ઈન્ટરવ્યુમાં લિઝાએ કહ્યું હતું કે તે ડિકન્સ અને દોસ્તોવ્યેસ્કીને વાંચતી રહે છે.
લિઝા રે @Protestpoet પર પણ પોતાની કવિતાઓ મૂક્તી રહે છે. મિડ ડે સાથેના ઈન્ટરવ્યુમાં લિઝાએ કહ્યું હતું કે તે ડિકન્સ અને દોસ્તોવ્યેસ્કીને વાંચતી રહે છે.
આજે વર્લ્ડ કેન્સર ડે છે. ત્યારે બૉલીવુડ અભિનેત્રી લિઝા રેનું જીવન પ્રેરણાદાયક છે. બે બાળકોની માતા એવી લિઝા રે કેન્સરને હરાવીને આજે સામાન્ય જિંદગી જીવી રહી છે. 47 વર્ષની લિઝા રે એક ફાઈટર છે. (તસવીર સૌજન્યઃઈન્સ્ટાગ્રામ)