Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Masakali 2.0: તારા સુતારિયા અને સિદ્ધાર્થનું મસકલી ગીત રિલીઝ

Masakali 2.0: તારા સુતારિયા અને સિદ્ધાર્થનું મસકલી ગીત રિલીઝ

08 April, 2020 04:03 PM IST | Mumbai
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

Masakali 2.0: તારા સુતારિયા અને સિદ્ધાર્થનું મસકલી ગીત રિલીઝ

તારા સુતારીયા અને સિદ્ધાર્થે ફરી ગાયું ઓ મસકલી...

તારા સુતારીયા અને સિદ્ધાર્થે ફરી ગાયું ઓ મસકલી...


વર્ષ 2009માં રિલીઝ થયેલી ફિલ્મ 'દિલ્હી 6'નું 'મસકલી' ગીત વિશે તો તમને ખ્યાલ હશે જ. આ ગીતનું રિમિક્સ વર્ઝન 'Masakali 2.0' રિલીઝ કરવામાં આવ્યું છે. રીમિક્સ વર્ઝનમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને તારા સુતારિયા દેખાય છે. નવા વર્ઝનમાં તારા અને સિદ્ધાર્થ હોટલ રૂમમાં ડાન્સ કરતાં દેખાય છે. બન્ને વચ્ચે સારી કેમિસ્ટ્રી દેખાય છે.

'મસકલી'ના ઓલ્ડ વર્ઝનના મ્યૂઝિક એ.આર.રહેમાને આપ્યું હતું, જ્યારે રીમિક્સ વર્ઝન ક્રિએટ કર્યું છે તનિષ્ક બાગચીએ. આના ઑરિજિનલ ગીતમાં મોહિત ચૌહાને પોતાનો સ્વર આપ્યો હતો. તો આના રીમિક્સ વર્ઝનને તુલસી કુમાર અને સાચેત ટંડને પોતાનો સ્વર આપ્યો છે. અને કમ્પોઝ કર્યું છે એ.આર.રહેમાને. ઉલ્લેખનીય છે કે 'દિલ્હી-6'માં આ ગીત અભિષેક બચ્ચન અને સોનમ કપૂર પર ફિલ્માવવામાં આવ્યું હતું. સોનમ કપૂરનું આ ગીત તે સમયે ખૂબ જ લોકપ્રિય થયું હતું. હવે જોવાનું એ છે કે, નવા ગીતને અને આ ગીતમાં સિદ્ધાર્થ અને તારાને લોકો અપનાવી શકે છે કે નહીં. આમ તો સિદ્ધાર્થ મલ્હોત્રા અને તારા સુતારિયાની જોડી ફિલ્મ 'મરજાવા'માં દેખાઇ ચુકી છે. ફિલ્મ વધારે હિટ નહોતી પણ આ જોડી ખૂબ જ લોકપ્રિય બની હતી.




 પ્રૉડ્યુસર ભૂષણ કુમાર આ ગીત વિશે કહે છે કે, "એ આર રહેમાને મસ્સકલી ગીત બનાવ્યું હતું, જે ઘણાં વર્ષોથી લોકોનું ગમતું ગીત છે. આ ગીત યંગસ્ટર્સમાં હજી પણ ખૂબ જ લોકપ્રિય છે. તેથી મેં વિચાર્યું કે આ ગીતને નવી રીતે ક્રિએટ કરવું સારું રહેશે. અમે સિદ્ધાર્થ અને તારાને આ ગીત આપ્યું, કારણકે તે સ્ક્રીન પર ખૂબ જ સારા લાગે છે. આ સિવાય સિદ્ધાર્થ પણ આ ગીત માટે ખૂબ જ ઉત્સુક છે."


Whatsapp-channel Whatsapp-channel

08 April, 2020 04:03 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK