Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > કેસરી નંદનમાં જોવા મળશે મૅરી કૉમ

કેસરી નંદનમાં જોવા મળશે મૅરી કૉમ

27 February, 2019 10:15 AM IST |

કેસરી નંદનમાં જોવા મળશે મૅરી કૉમ

બૉક્સર મૅરી કૉમ

બૉક્સર મૅરી કૉમ


‘કેસરી નંદન’માં માનવ ગોહિલ અખાડો ચલાવનાર હનુમંતનું પાત્ર ભજવી રહ્યો છે. આ સિરિયલમાં જગતનું પાત્ર ભજવનાર શોએબ અલી અને કેસરીનું પાત્ર ભજવતી ચાહત તેવાણી બન્ને કુસ્તીની ટ્રેઇનિંગ લેતાં હોય છે. હનુમંતની આર્થિક સ્થિતિ ખરાબ થઈ જતાં જગત એક કુસ્તીની ચેમ્પિયનશિપમાં ભાગ લે છે. આ કુસ્તીના વિજેતાને એક લાખ રૂપિયાનું ઇનામ મળે છે. જોકે જગત આ ચૅમ્પિયનશિપ હારી જાય છે અને વિજેતાને કેસરી ચૅલેન્જ આપે છે. આ કુસ્તીની ચીફ ગેસ્ટ તરીકે મૅરી કૉમ જોવા મળશે. તે કેસરીને પ્રોત્સાહિત કરતી જોવા મળશે.

આ પણ વાંચો : વિષ યા અમૃત : સિતારામાં સાયન્તની ઘોષની એન્ટ્રી



આ શો વિશે મૅરી કૉમે કહ્યું હતું કે ‘યુવાન છોકરીઓને તેમની પસંદગીની સ્પોર્ટને પસંદ કરવા માટે ‘કેસરી નંદન’ પ્રોત્સાહન આપે છે. વલ્ર્ડની નંબર વન ચૅમ્પિયન બનવા માટે મેં ઘણી મર્યાદાઓને તોડી મુશ્કેલીઓનો સામનો કર્યો છે. આ જ રીતે કેસરીનું પાત્ર પણ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે અને આવા પાત્રને સર્પોટ કરવા માટે હું હંમેશાં તૈયાર રહું છું.’


Whatsapp-channel Whatsapp-channel

27 February, 2019 10:15 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK