આવી ગઈ છે માર્વેલની Black Widow, મચાવશે ધમાલ

Published: Dec 03, 2019, 16:47 IST | Mumbai

ટ્રેલરની શરૂઆત નતાશા રોમાનઓફની ફેમિલી સાથે થાય છે. જ્યાં, તે રશિયન જાસૂસ સાથે કામ કરી રહી છે. આ ટ્રેલરમાં બ્લેક વિડોની બહેનની પણ એન્ટ્રી કરાવવામાં આવી છે.

આવી ગઈ છે Black Widow
આવી ગઈ છે Black Widow

માર્વેલ ફિલ્મના ચાહકો આખી દુનિયામાં છે. એવામાં માર્વેલની એક પછી એક ફિલ્મો આવી રહી છે. હવે વારો છે બ્લેક વિડોનો. માર્વેલ ફ્રેન્ચાઈઝીની આ નવી ફિલ્મનું ટ્રેલર રીલિઝ થઈ ગયું છે. આ ટ્રેલર માત્ર બે મિનિટનું છે, પરંતુ રિલીઝ થતા જ તે ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યું છે. કેટલાક કલાકોમાં જ ટ્રેલરને પાંચ લાખથી વધુ વ્યૂઝ મળી ચુક્યા છે.  

આ ટ્રેલરમાં માર્વેલ સ્ટુડિયોના ઑફિશિયલ ટ્વિટર અકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યું છે. ટ્રેલર સાથે કેપ્શન લખવામાં આવ્યું છે કે, હું મારા ભૂતકાળથી ભાગી રહી છું. જુઓ માર્વેલ સ્ટુડિયોની બ્લેક વિડોનું ટ્રેલર. ફિલ્મ 1 મે 2020માં થીએટરમાં આવશે. એવામાં માર્વેલના ચાહકોને તેની રાહ રહેશે.


ટ્રેલરની શરૂઆત નતાશા રોમાનઓફની ફેમિલી સાથે થાય છે. જ્યાં, તે રશિયન જાસૂસ સાથે કામ કરી રહી છે. આ ટ્રેલરમાં બ્લેક વિડોની બહેનની પણ એન્ટ્રી કરાવવામાં આવી છે. આ ટ્રેલરમાં સ્કારલેટ જ્હોનસન લીડ રોલમાં નજર આવી રહી છે. આ ટ્રેલરને લઈને ડિસેમ્બરના પહેલા અઠવાડિયે આવવાની આશા છે. એવામાં તેને રીલિઝ કરીને માર્વેલે ચાહકોને એક સરપ્રાઈઝ આપ્યું છે.

આ ટ્રેલરમાં ઈમોશનલ ડાયલૉગ પણ છે. જેમાં બ્લેક વિડો કહે છે, મારી પાસે કાંઈ જ નહોતું પછી મને અહીં નોકરી મળી હતી, આ પરિવાર છે પરંતુ કાંઈક પણ હંમેશા માટે નથી હોતું. ફિલ્મના ટ્રેલરમાં એક્શનનો પણ જબરદસ્ત ડોઝ આપવામાં આવ્યું છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK