'મર્દાની 2'માં રેપિસ્ટનું પાત્ર ભજવ્યા પછી આ અભિનેતાને થયું ડિપ્રેશન

Published: Mar 07, 2020, 20:17 IST | Mumbai Desk

વિશાલ આ એક્ટિંગ માટે પોતાને તૈયાર કરી શકતો ન હતો અને જ્યારે તે મેન્ટલી રેડી થયો તો 1 વર્ષ પછી તેને માનસિક મુશ્કેલીમાંથી પસાર થવું પડ્યું

તસવીર સૌજન્ય : વિશાલ જેઠવા ફેસબુક એકાઉન્ટ
તસવીર સૌજન્ય : વિશાલ જેઠવા ફેસબુક એકાઉન્ટ

રેપનું નામ આવતાંની સાથે જ મનમાં એક પ્રકારનો ડર ઉભો થઈ જાય છે. એટલે જ તો બળાત્કારને અટકાવવા માટે ભારતમાં અનેક ફિલ્મો બનાવવામાં આવી છે અને ચળવળો તો હજી પણ ચાલે છે. છતાં બળાત્કાર જેવા અપરાધ થોભતાં જ નથી.

આ વખતે રાની મુખર્જીની ફિલ્મ 'મર્દાની 2'માં રેપિસ્ટની હેવાનિયત ખૂબ જ યોગ્ય રીતે દર્શાવવામાં આવી છે. આ માટે એક યંગ એક્ટરની પસંદગી કરવામાં આવી છે.

'મર્દાની 2'માં વિલેન બનેલા વિશાલ જેઠવાએ રેપિસ્ટનો રોલ સારી રીતે ભજવ્યો છે. mensxp વેબસાઇટ સાથેના ઇન્ટરવ્યૂમાં વિશાલ જેઠવાએ જણાવ્યું કે કેવી રીતે તેમણે આ પાત્ર માટે તૈયારી કરી. શૂટિંગ દરમિયાનના તથા તેના પછીના કેટલાક અનુભવો પણ વ્યક્ત કર્યા છે. 

વિશાલ આ એક્ટિંગ માટે પોતાને તૈયાર કરી શકતો ન હતો અને જ્યારે તે મેન્ટલી રેડી થયો તો 1 વર્ષ પછી તેને માનસિક મુશ્કેલીમાંથી પસાર થવું પડ્યું. પોતાની એક્ટિંગમાં તે હદ સુધી ઊંડો ઉતરી ગયો હતો કે એક વાર શૂટિંગ દરમિયાન ફાઇટ સીનમાં રાની મુખર્જીને જોરથી મારી લીધું જેના કારણે તેને લોહી પણ નીકળવા લાગ્યું હતું.

એટલે જ તો આશુતોષ રાણાની ફિલ્મ 'સંઘર્ષ' પછી એવો કોઇ વિલેન જોવા મળ્યો જેણે નેગેટિવ રોલમાં પણ વખાણ મેળવ્યા. આ રીતે બોલીવુડના પ્રસિદ્ધ વિલેનની લિસ્ટમાં વિશાલ જેઠવાનું નામ જોડાઇ ગયું છે.

વિશાલ પોતે જ જણાવે છે કે તેને ફક્ત રાની મુખર્જીએ જ નહીં રેખા મેમ, અર્જુન કપૂર, સોનાક્ષી સિન્હાએ પણ કૉલ કરીને શાબાશી આપી.

વિશાલની માતાએ દીકરાને રેપિસ્ટ બનેલો જોઇ શું કહ્યું?

'મર્દાની 2'માં વિશાલે સની નામના બળાત્કારીનો રોલ પ્લે કર્યો. તે જણાવે છે કે તેની માતાને આ દુઃખદ સ્ટોરીથી દુઃખ પહોંચ્યું પણ મારી એક્ટિંગથી ઘણો આનંદ થયો. તેમણે ફિલ્મ જોયા પછી કહ્યું કે મારી મહેનત સફળ થઈ.

પિતાના મૃત્યુ બાદ વિશાલની માતાએ શૉપિંગ મૉલમાં સેલ્સની નોકરી કરી, સીવણ-ગૂંથણ જેવા કામ કરીને તેને આ લેવલ સુધી પહોંચાડ્યો છે. વિશાલ જૂની વાતો યાદ કરીને થોડો ઉદાસ થઈ જાય છે પણ તે ઉંચાઇ પર આવ્યા પછી તેનો આનંદ પણ ઓછો નથી.

'મર્દાની 2' માટે કેવી રીતે મળ્યો રોલ?
વિશાલે જણાવ્યું, "સોનૂ મેમની ટીમમાંથી કોઇક બીજી ફિલ્મ માટે કૉલ આવ્યો હતો પણ તે દરમિયાન જ મેં 'મર્દાની 2' માટે પણ ઑડિશન આપ્યું. છોકરી બનીને પહેલો સીન કર્યો હતો અને કદાચ ત્યારથી જ મારી પસંદગી કરી લેવામાં આવી."

રેપિસ્ટના રોલ સાથે એન્ટ્રી કેમ?
વિશાલનું માનવું છે, "સાચું કહું તો મને આટલા મોટ બેનર અને રાની મેમ સાથે કામ કરવાની તક મળી રહી હતી. એવી શાનદાર એન્ટ્રી માટે હું કેમ કરીને ના પાડું. મારી માટે કેરેક્ટર મળવું ખુશીની વાત હતી અને મેં તેને મનથી કર્યું. નેગેટિવ-પૉઝિટિવ રોલ આપણે જ તો નક્કી કરવાનું હોય છે જેથી લોકોના વિચારને બદલાવી શકાય. આ માટે મેં ફિલ્મ સાઇન કરી આપી હતી."

ડિપ્રેશનનો શિકાર બન્યો વિશાલ જેઠવા
ફિલ્મ સાઇન કરવા સુધી વાત બરાબર ચાલી રહી હતી. વિશાલે કહ્યું કે, "હવે મારે તે કેરેક્ટર જીવવાનું હતું જે ખૂબ જ મુશ્કેલ હતું. હું તે લેવલથી વિચારી જ નહોતો શકતો. ખૂબ જ મહેનત કર્યા પછી તે રોલમાં જઈ શક્યો એટલે રેપિસ્ટનો પાત્ર ભજવી શક્યો. પછી 1 વર્ષ સુધી રોલને મગજમાં રાખ્યું કારણકે ફિલ્મ કમ્પલીટ થવા સુધી કેરેક્ટર રહેવું જરૂરી હતું."

"જ્યારે હું શૂટિંગ પૂરી કરીને ઘરે પાછો ફર્યો તો મારું માઇન્ડ ડિસ્ટર્બ થઈ ચૂક્યો હતો. હું ચિડચિડો થઈ ગયો હતો અને મને લાગતું હતું કે મારી મોરલ વેલ્યૂ ડાઉન થઈ ગઇ છે. પછી હું ચેકઅપ વગેરે કરાવ્યું તો ખબર પડી કે હું ડિપ્રેશનનો શિકાર થઈ ચૂક્યો છું."

રાની મુખર્જીને મારા બેલ્ટથી થઈ હતી ઇજા
ફિલ્મ મર્દાની 2માં પોતાની કારમાં રાની અને વિશાલને ફાઇટ કરતા બતાવાયા હતા. જ્યારે વિશાલ રાની સાથે કારમાં મારપીટ કરે છે.

વિશાલ તે જ દ્રશ્યને લઈને કહે છે કે, "હું મારા કેરેક્ટરમાં એટલો ડૂબી ગયો હતો મને ખબર જ ન હતી. કદાચ આ જ કારણે રાની મેમને મારા બેલ્ટમાં લાગેલી અણીદાર વસ્તુથી ઇજા થઈ ગઈ અને લોહી નીકળવા લાગ્યું. હું ગભરાઇ ગયો પણ રાની મેમએ મને ખૂબ જ સપોર્ટ કર્યો ત્યારે જઇને મારો ભય ગાયબ થયો."

તે જ સમયે રાની મુખર્જીએ વિશાલને કહ્યું હતું કે જ્યારે પણ ફાઇટ કરો તો કેમરા માટે કરો પછી ભૂલી જાઓ.

વિશાલ પોતે કહે છે કે તે રાની મેમ પાસેથી પ્રૉફેશનલિઝ્મ અને અનુશાસન શૂખ્યો છે જે તેને આજીવન કામ આવશે.

ડિપ્રેશનમાંથી બહાર કેવી રીતે નીકળ્યો?
વિશાલે કહ્યું કે એટલું સરળ તો નથી પણ હું મેડિટેશન કરવા લાગ્યો, ગુજરાતી ફૉલ્ક સાંભળવા લાગ્યો.. હું તે બધાં જ કામ કરવા લાગ્યો જેનાથી મને માનસિક શાંતિ મળે. સાથે જ રનિંગ કરવું અને પૂજા-પાઠ પણ કરતો હતો.

વિશાલ કહે છે, "રેપિસ્ટના રોલને કારણે મને જજ ન કરો. મારી માટે મહિલા દિવસ ખૂબ જ સ્પેશિયલ છે કારણકે મારી મા ન હોત તો હું અહીં ન હોત અને જો છોકરીની ઍક્ટિંગ ન કરી હોત તો ફિલ્મ મર્દાની 2 ન મલી શકી હોત અને ન તો રાની મેમનું માર્ગદર્શન. તેથી હું તમામ મહિલાઓને સેલ્યૂટ કરું છું."

ઉલ્લેખનીય છે કે વિશાલ જેઠવાએ ટીવી માટે કૃષ્ણ, અકબર જેવા રોલ્સ પણ પ્લે કર્યા છે. થિયેટર અને સ્ટ્રીટ પ્લે દ્વારા તે એક્ટિંગના આ મુકામ પર છે. તેણે બી ક઼મ કર્યા પછી ઍક્ટિંગને પ્રૉફેશવ તરીકે પસંદગી કરી અને અત્યાર સુધી તેનો સફર ચાલું છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK