Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આ રોલ માટે મનોજ બાજપાઈને તૈયાર થવામાં લાગતા ચાર કલાક, જુઓ વીડિયો...

આ રોલ માટે મનોજ બાજપાઈને તૈયાર થવામાં લાગતા ચાર કલાક, જુઓ વીડિયો...

23 October, 2020 08:06 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

આ રોલ માટે મનોજ બાજપાઈને તૈયાર થવામાં લાગતા ચાર કલાક, જુઓ વીડિયો...

મનોજ બાજપાઈ

મનોજ બાજપાઈ


વર્ષ 2020 બધાં માટે દુઃખદ અને મુશ્કેલ સમય રહ્યો એવામાં પણ જો હાસ્ટ અને કૉમેડી જોવા મળી જાય તો આનંદની ક્ષણો જીવી શકાય છે. આ વાતને ધ્યાનમાં રાકીને ઝી સ્ટૂડિયો પોતાની નવી ફિલ્મ સૂરજ પે મંગલ ભારી ફિલ્મને દિવાળીમાં રિલીઝ કરવા માટે તૈયાર છે.

અભિષેક શર્માની આ ફિલ્મમાં મનોજ બાજપાઈ, દિલજીત દોસાંઝ અને ફાતિમા સના શેખ એક જુદાં અંદાજમાં જોવા મળશે. મનોજ બાજપાઇ, જે લગ્નના જાસૂસનું પાત્ર ભજવી રહ્યા છે અને જેમની કમાણી દુલ્હાની જાસૂસી કરવાથી થાય છે. મનોજ આ ફિલ્મમાં પોતાની જાસૂસીમાં જુદાં-જુદાં અવતારમાં જોવા મળશે જેની એક ઝલક ટ્રેલરમાં પણ જોવા મળી છે.




અત્યારના સમયમાં સૌથી પ્રભાવશાળી અભિનેતા ગણાતા મનોજ બાજપાઈને ટ્રેલરમાં જોતા જ સમજાયુ કે તે ક્યારેક ભિખારીના રોલમાં, ક્યારેક ડબ્બાવાળા, ક્યારેક સિખ તો ક્યારેક પ્રોસ્થેટિક લુકમાં જોવા મળ્યા છે. એવુ પહેલી વખત બનશે કે મનોજ બાજપાઈ મહારાષ્ટ્રીયન મહિલાના રૂપમાં નવ્વારી સાડી પહેરીને સ્ક્રિનમાં જોવા મળશે.

શૂટિંગ દરમિયાન એક વીડિયોમાં મનોજ એક ખાસ લુક બાબતે વાત કરતા કહ્યું કે તેમની મેકઅપ ટીમને તૈયાર કરવામાં ચાર કલાકનો સમય લાગ્યો હતો. મનોજે પણ પ્રોપર લુક માટે સંયમતા રાખી હતી.  


એક ઈન્ટરવ્યૂમાં અભિષેકએ કહ્યું કે, મનોજ બૉલીવુડના અમૂક જ એવા અભિનેતાઓમાંના એક છે જે પોતા રોલને શ્રેષ્ઠ રીતે કરી શકે છે. આ ફિલ્મ માટે તે ઉત્સાહિત છે.

Whatsapp-channel Whatsapp-channel

23 October, 2020 08:06 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK