Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રાતે પરિવાર સાથે ઑટો રિક્શામાં ટ્રાવેલ કરતી દેખાઇ મલાઇકા અરોરા

રાતે પરિવાર સાથે ઑટો રિક્શામાં ટ્રાવેલ કરતી દેખાઇ મલાઇકા અરોરા

18 November, 2019 05:56 PM IST | Mumbai Desk

રાતે પરિવાર સાથે ઑટો રિક્શામાં ટ્રાવેલ કરતી દેખાઇ મલાઇકા અરોરા

રાતે પરિવાર સાથે ઑટો રિક્શામાં ટ્રાવેલ કરતી દેખાઇ મલાઇકા અરોરા


બોલીવુડ અભિનેત્રી પોતાના ફેશન અને ફિટનેસને લઈને હંમેશાં ચર્ચામાં રહે છે. એકવાર ફરી મલાઇકા પોતાના ફેશનને કારણે ચર્ચામાં છે અને આ વખતે તેનો પ્રવાસ પણ ખાસ છે, જે તેણે કોઇ લગ્ઝરી કારમાં નહીં પણ ઑટોમાં કર્યો છે. હાઁ, મલાઇકા તાજેતરમાં જ એક ડિફરન્ટ લૂકમાં પોતાની માતા સાથે ઑટોમાં ફરતી દેખાઇ.

મલાઇકા ગઈકાલે રાતે પોતાના પેરેન્ટ્સ સાથે પોતાની બહેન અમૃતા અરોરાના ઘરે પહોંચી. દરમિયાન તેમણે શર્ટ ડ્રેસ પહેરી રાખ્યું હતું અને એન્કલ બૂટ્સ સાથે હેટ કૅરી કર્યા હતા. મલાઇકાનો આ લૂક ખૂબ જ સુંદર હતો અને દરેકને આ ખૂબ જ પસંદ આવી રહ્યો ચે. અમૃતા અરોરા સાથે મળ્યા પછી મલાઇકા પોતાના પેરેન્ટ્સ સાથે પાછા ઘરે જવા માટે કોઇ મોટી ગાડી નહોતી મંગાવી પણ, ઑટો રિક્શામાં ગઈ. આ કારણે મલાઇકા અરોરાની વધારે ચર્ચા થઈ રહી છે.



Malaika Arora


હાલ ફિલ્મોથી દૂર મલાઇકા વાઇટ શર્ટ ડ્રેસમાં સુંદર અને કૂલ દેખાતી હતી. તો ઑટોમાં ટ્રાવેલ કરવાને લઇને પણ તેના વખાણ કરવામાં આવી રહી છે અને લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. જણાવીએ કે હાલ મલાઇકા, અર્જુન કપૂર સાથે હોવાને કારણે ચર્ચામાં છવાયેલી રહે છે. સાથે જ ઘણીવાર બન્નેની એક સાથે ઘણી તસવીરો વાયરલ થતી હોય છે તો ક્યારેક બન્ને એકબીજાની તસવીરો પર કોમેન્ટ કરવાને કારણે ચર્ચામાં છે

આ પણ વાંચો : સાદગી અને સુંદરતાનો પર્યાય છે Dia Mirza, આ તસવીરો છે પુરાવો


તો મલાઇકા અરોરા અર્જુન કપૂર સાથે સંબંધો સિવાય પોતાની ફિટવેસ પર પણ ઘણું ધ્યાન આપે છે. સોશિયલ મીડિયા પર મલાઇકા અરોરાના વર્કઆઉટના વીડિયો શૅર થતાં હોય છે અને તે વીડિયોને જોઈને લાગે છે કે મલાઇકા કેટલી ફિટનેસ ફ્રીક છે.

Whatsapp-channel Whatsapp-channel

18 November, 2019 05:56 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK