મલાઈકા અરોરાએ ફૅન્સને એક સારા સમાચાર આપ્યા

Published: 20th September, 2020 14:33 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

થોડા દિવસ પહેલા મલાઈકા અરોરા (Malaika Arora) કોવિડ-19 પૉઝિટિવ થતા તેના ફૅન્સની ચિંતા વધી હતી, જોકે આ ફૅન્સની ચિંતા દૂર કરતો એક મેસેજ મલાઈકાએ ઈન્સ્ટાગ્રામમાં પૉસ્ટ કર્યો છે

તસવીર સૌજન્યઃ મલાઈકાનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ
તસવીર સૌજન્યઃ મલાઈકાનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

થોડા દિવસ પહેલા મલાઈકા અરોરા (Malaika Arora) કોવિડ-19 પૉઝિટિવ થતા તેના ફૅન્સની ચિંતા વધી હતી, જોકે આ ફૅન્સની ચિંતા દૂર કરતો એક મેસેજ મલાઈકાએ ઈન્સ્ટાગ્રામમાં પૉસ્ટ કર્યો છે.

ઈન્સ્ટાગ્રામમાં આ અભિનેત્રીએ કહ્યું કે, તે કોરોનાના કહેરમાંથી બહાર આવી છે. તેણે લખ્યું કે, મારા રૂમમાંથી બહુ દિવસ બાદ હું બહાર આવી છું. એવુ લાગે છે જાણે હું આઉટિંગમાં નીકળી છું....હું ઓછો દુખાવો અને ડીસ્કમ્ફર્ટથી હું આ વાઈરસથી મુક્ત થઈ છું. અને મેડિકલ ગાઈડન્સ આપવા માટે ડૉક્ટર્સ, પ્રક્રિયા સરળ કરવા માટે BMC અને મારું ફેમિલી અને ફૅન્સ જેમની પ્રાર્થનાને લીધે મને તાકાત મળી તે માટે આ બધાનો આભાર. તમારા મેસેજ અને સપોર્ટ મને મળતો હતો. ફક્ત શબ્દોથી જ હું તમારો આભાર વ્યક્ત કરી શકું નહીં. તમને બધાને વિનંતી કે સુરક્ષિત રહો અને કાળજી કરો.

આ પૉસ્ટ ઉપર સોફી ચૌધરી અને દિયા મિર્ઝાએ રેડ હાર્ટની કમેન્ટ આપી હતી. ઈન્ડિયાસ બેસ્ટ ડાન્સરમાં મલાઈકા જજ હતી, પરંતુ તે કોવિડ-19 પૉઝિટિવ થતા નોરા ફતેહીને જજ બનાવવામાં આવી છે. મલાઈકાને આશા છે કે તે સેટ્સમાં પાછી આવશે. 

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK