Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મલઇકા અને અરબાઝને ડિવૉર્સ મળી ગયા

મલઇકા અને અરબાઝને ડિવૉર્સ મળી ગયા

12 May, 2017 06:02 AM IST |

મલઇકા અને અરબાઝને ડિવૉર્સ મળી ગયા

મલઇકા અને અરબાઝને ડિવૉર્સ મળી ગયા


malaika arbaaz

તેમણે ૧૯૯૮માં લગ્ન કર્યા હતાં અને તેમને ૧૪ વર્ષનો દીકરો અરહાન પણ છે. મલઇકા અને અરબાઝ બુધવારે કૅનેડિયન સિંગર જસ્ટિન બીબરની કૉન્સર્ટમાં સાથે જોવા મળ્યાં હતાં. ત્યાર બાદ ગઈ કાલે તેઓ સીધા બાંદરાની ફૅમિલી કોર્ટમાં જોવા મળ્યાં હતાં જ્યાં તેમના ડિવૉર્સને મંજૂરી આપવામાં આવી હતી. મલઇકા અને અરબાઝે ગયા વર્ષે માર્ચમાં ડિવૉર્સ લેવાનું નક્કી કર્યું હતું અને ત્યાર બાદ તેમણે ૮ નવેમ્બરે એ માટે કોર્ટમાં અરજી કરી હતી. ૧૧ નવેમ્બરે તેમની પહેલી કાઉન્સેલિંગ કરવામાં આવી હતી જેમાં તેમને ૬ મહિનાનો સમય આપવામાં આવ્યો હતો. તેમણે બન્નેની મરજીથી ડિવૉર્સ માટે અરજી કરી હતી અને મલઇકાએ એ માટે કોઈ પૈસા કે ઘરની પણ ડિમાન્ડ નહોતી કરી. આ અરજીને ફૅમિલી કોર્ટે ગઈ કાલે મંજૂરી આપી હતી. તેમના દીકરાની કસ્ટડી મલઇકાને સોંપવામાં આવી છે જ્યારે અરબાઝને ઇચ્છા થાય ત્યારે તે તેની મુલાકાત લઈ શકશે.


Whatsapp-channel Whatsapp-channel

12 May, 2017 06:02 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK