Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > હૉલીવુડ ફિલ્મોની સ્પેશ્યલ ઇફેક્ટ્સ ભારતમાં શા માટે થાય છે?

હૉલીવુડ ફિલ્મોની સ્પેશ્યલ ઇફેક્ટ્સ ભારતમાં શા માટે થાય છે?

08 December, 2011 07:13 AM IST |

હૉલીવુડ ફિલ્મોની સ્પેશ્યલ ઇફેક્ટ્સ ભારતમાં શા માટે થાય છે?

હૉલીવુડ ફિલ્મોની સ્પેશ્યલ ઇફેક્ટ્સ ભારતમાં શા માટે થાય છે?






ભારત હવે હૉલીવુડના પ્રોડ્યુસરો માટે એક એવો દેશ બની ગયો છે જ્યાં તેઓ પોતાની પ્રોડક્શન-કૉસ્ટમાં બચાવ કરીને ઇચ્છા મુજબની સ્પેશ્યલ ઇફેક્ટ્સ પણ મેળવી શકે છે. આ ઉપરાંત જે રીતે અત્યારે ઘણી મોટી ફિલ્મોમાં આ પ્રકારની ઇફેક્ટ્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે એ જોઈને ભારતમાં આ બિઝનેસ વધશે એમ જ કહી શકાય.


હૉલીવુડની ‘અવતાર’ અને ‘સ્પાઇડરમૅન ૩’થી માંડી થોડા સમય પહેલાં રિલીઝ થયેલી ‘ઇમ્મૉર્ટલ્સ’ અને ‘પ્લૅનેટ ઑફ ધ એપ્સ’ સુધીની ફિલ્મોમાં સ્પેશ્યલ ઇફેક્ટ્સનું ભારતમાં આઉટસોર્સિંગ કરવામાં આવી રહ્યું છે. ખબરો અનુસાર આ રીતે ૨૦૧૩ સુધીમાં ભારત સ્પેશ્યલ ઇફેક્ટ્સમાં આગળપડતું બની જશે અને દેશમાં આ બિઝનેસ વર્ષે ૫૬૦ કરોડ રૂપિયાનો થઈ જશે.


ભારતમાં સ્પેશ્યલ ઇફેક્ટ્સ પર કામ કરવામાં હૉલીવુડની સરખામણીમાં લગભગ પચાસ ટકા જેટલું કૉસ્ટ-કટિંગ થઈ શકે છે. આ કારણે હૉલીવુડના જાણીતા સ્પેશ્યલ ઇફેક્ટ્સ સ્ટુડિયો હવે ભારતમાં આવી રહ્યા છે. આ ઉપરાંત ધીમે-ધીમે ભારતમાં ટેક્નૉલૉજીમાં પણ ઘણો વિકાસ થયો છે અને 2Dમાંથી 3D માટે પણ ઘણી ફિલ્મો હવે ભારતમાં આવી રહી છે. કહેવામાં આવે છે કે ભારતમાં આ વર્ષમાં જ કુલ ૫૦ ફિલ્મોને 2Dમાંથી 3Dમાં કન્વર્ટ કરવામાં આવી છે.

હજી ભારતમાં અમુક પ્રકારની ઇફેક્ટ્સ માટે હૉલીવુડની ફિલ્મો નથી આવતી, કારણ કે હજી એ પ્રકારની ટૅલન્ટ વિકસી નથી. જોકે આ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકો માને છે કે એમાં પણ આપણો દેશ વિકાસ કરીને જ રહેશે. Whatsapp-channel Whatsapp-channel

08 December, 2011 07:13 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK