Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કાશીબાઈ - પાર્વતીબાઈ વચ્ચે શું સંબંધ છે એ જાણવાનો પ્રયાસ કર્યો : ક્રિતી

કાશીબાઈ - પાર્વતીબાઈ વચ્ચે શું સંબંધ છે એ જાણવાનો પ્રયાસ કર્યો : ક્રિતી

27 November, 2019 12:12 PM IST | Mumbai
Sonil Dedhia

કાશીબાઈ - પાર્વતીબાઈ વચ્ચે શું સંબંધ છે એ જાણવાનો પ્રયાસ કર્યો : ક્રિતી

પ્રિયંકા ચોપડા અને ક્રિતી સેનન

પ્રિયંકા ચોપડા અને ક્રિતી સેનન


ક્રિતી સૅનને જણાવ્યું હતું કે તે જ્યારે તાજેતરમાં પ્રિયંકા ચોપડા જોનસને મળી હતી ત્યારે તેઓ બન્ને કાશીબાઈ અને પાર્વતિબાઈની વચ્ચેનાં સંબંધોને જાણવાનો પ્રયાસ કરી રહ્યાં હતાં. સંજય લીલા ભણસાલીની ‘બાજીરાવ મસ્તાની’માં કાશીબાઈનું પાત્ર પ્રિયંકાએ ભજવ્યુ હતું. આશુતોષ ગોવારીકરની ‘પાનીપત’માં પાર્વતિબાઈની ભૂમિકામાં ક્રિતી જોવા મળી રહી છે.

‘પાનીપત’નું ટ્રેલર જ્યારથી રિલીઝ થયુ છે ત્યારથી ક્રિતીનાં પાત્રની સરખામણી પ્રિયંકાનાં કાશીબાઈનાં પાત્ર સાથે કરવામાં આવી રહી છે અને એ પાછળનું કારણ તેમનું લૂક છે. આ બન્ને ફિલ્મોમાં મરાઠા સામ્રાજ્યની સ્ટોરી છે. પ્રિયંકા સાથે હાલમાં થયેલી મુલાકાત વિશે જણાવતાં ક્રિતીએ કહ્યું હતું કે ‘અમે કાશીબાઈ અને પાર્વતિબાઈ વચ્ચે શું સંબંધો એ નજીકથી જાણવાનો પ્રયાસ કરી રહ્યા હતાં. મેં પ્રિયંકાને મારો એક વિડિયો દેખાડ્યો હતો.



મારી વૅનિટી વૅનમાં હું પાર્વતિબાઈનાં કપડામાં ‘કોકા કોલા’ ગીત પર ડાન્સ કરી રહી હતી. આ વિડિયો સાથે તે સારી રીતે કનેક્ટ થઈ શકી હતી કારણ કે તે પણ જ્યારે સેટ પર હતી ત્યારે કાશીબાઈ બની જતી અને સેટની બાહર પ્રિયંકા બની જતી હતી. જોકે ફરી સેટ પર આવતા તે ફરી તરત જ પાત્રમાં ઓતપ્રોત થઈ જતી હતી. અમારી વચ્ચે થયેલી આ ચર્ચા દરમ્યાન અમે ખૂબ મસ્તી કરી હતી.’


‘બાજીરાવ મસ્તાની’ અને ‘પાનીપત’ વચ્ચે થતી સરખામણીથી ક્રિતી પર કોઈ અસર નથી પડતી. આ વિશે જણાવતાં ક્રિતીએ કહ્યું હતું કે ‘મેં જ્યારે ફિલ્મ સાઇન કરી ત્યારે મને આશા હતી જ કે બન્ને ફિલ્મો વચ્ચે સરખામણી તો થશે જ. ‘પદ્‍માવત’ની તુલના પણ ‘બાહુબલી’ સાથે કરવામાં આવી હતી.

આ પણ વાંચો : આલિયા ભટ્ટ લગ્ન કરી રહી હોવાની અજાણતાં જાહેરાત કરી દીપિકાએ


‘પાનીપત’ અને ‘બાજીરાવ મસ્તાની’નો સમયગાળો પણ એક સરખો છે. પેશવાઓ શનિવાર વાડામાં રહેતા હતાં એ જ દેખાડવામાં આવ્યુ છે. તેમનાં કપડા પણ એ જ પ્રકારનાં હતાં. જોકે બન્ને ફિલ્મોનાં કૅરૅક્ટર્સ અલગ છે. આશા રાખું છું કે માત્ર ટ્રેલર જોઈને લોકો ફિલ્મ વિશે કોઈ ધારણાં ના બાંધી લે.’

Whatsapp-channel Whatsapp-channel

27 November, 2019 12:12 PM IST | Mumbai | Sonil Dedhia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK