Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સત્તે પે સત્તાની રીમેકમાં કામ કરવાની ઇચ્છા છે ક્રિતી સૅનનની

સત્તે પે સત્તાની રીમેકમાં કામ કરવાની ઇચ્છા છે ક્રિતી સૅનનની

12 December, 2019 03:41 PM IST | Mumbai

સત્તે પે સત્તાની રીમેકમાં કામ કરવાની ઇચ્છા છે ક્રિતી સૅનનની

ક્રિતી સૅનન (PC : PTI)

ક્રિતી સૅનન (PC : PTI)


(આઇ.એ.એન.એસ.) ક્રિતી સૅનનને ‘સત્તે પે સત્તા’ની રીમેકમાં કામ કરવુ છે. આ રીમેકને ફારાહ ખાન અને રોહિત શેટ્ટી મળીને બનાવવાનાં છે. ‘સત્તે પે સત્તા’માં અમિતાભ બચ્ચન અને હેમા માલિની લીડ રોલમાં હતાં. આ રીમેકમાં કોણ લીડ રોલમાં હશે એ હજી સુધી નક્કી કરવામાં નથી આવ્યુ, પરંતુ હૃતિક રોશન અને અનુષ્કા શર્માનું નામ ચાલી રહ્યું છે. આ સાથે જ દીપિકા પાદુકોણનું નામ પણ ચર્ચામાં હતું. જોકે સ્ટાર કાસ્ટને લઈને અફવાઓ સતત ઉડતી રહે છે. આ રીમેકમાં કામ મળે એવી ઇચ્છા વ્યક્ત કરતાં ક્રિતીએ કહ્યું હતું કે ‘મને આ ફિલ્મમાં કામ કરવું ગમશે. પ્રામાણિકપણે કહું તો મને એના વિશે કંઇ માહિતી નથી.’

2019 નું વર્ષ પોતાનાં માટે સારું પુરવાર થયું છે એવું જણાવતાં ક્રિતીએ કહ્યું હતું કે ‘આ વર્ષ ખૂબ જ સારું નિવડ્યું છે. ‘લુકા છુપી’ સાથે સારી શરૂઆત થઈ હતી અને ત્યાર બાદ ‘હાઉસફુલ 4’એ પણ સફળતા મેળવી છે. તો હવે ‘પાનીપત’ને પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. એથી ૨૦૧૯નું વર્ષ મારા માટે સ્પેશ્યલ વર્ષ છે.’

મીમી એક મનોરંજક, પરંતુ બ્યુટિફુલ સ્ક્રિપ્ટ છે : ક્રિતી
‘મીમી’માં સરોગેટ મધરનાં પોતાનાં પાત્રને લઈને ક્રિતી સૅનન ખૂબ ઍક્સાઇટેડ છે. આ ફિલ્મમાં ક્રિતી એક યંગ સરોગેટ મધર બની છે. આ ફિલ્મને ‘લુકા છુપી’નાં ડિરેક્ટર લક્ષ્મણ ઉટેકર ડિરેક્ટ કરશે. પોતાનાં પાત્ર વિશે ક્રિતીએ કહ્યું હતું કે ‘ફિલ્મમાં મારા પાત્રને લઈને હું ખૂબ ઍક્સાઇટેડ છું. ફિલ્મ સરોગસી પર આધારિત છે, પરંતુ ખરેખર તો આ એક એવી યંગ યુવતીની સ્ટોરી છે, જેને ઍક્ટર બનવું છે. તે એક ડાન્સર છે અને એક કપલ માટે સરોગેટ મધર બનતા એ કામ છોડી દે છે. ત્યાર બાદ તેની લાઇફમાં અનેક પરિવર્તન આવે છે. સાથે જ એક વ્યક્તિ તરીકે પણ તેનામાં બદલાવ આવે છે. એ પાત્રની મારા પર ખૂબ અસર છે. આ ખૂબ જ એન્ટરટેઇનિંગ અને સુંદર સ્ક્રિપ્ટ છે.

આ પણ જુઓ : ફિલ્મફેર ગ્લેમર એન્ડ સ્ટાઈલ અવૉર્ડમાં ઉમટ્યા સિતારાઓ, જુઓ દિલકશ તસવીરો

અત્યાર સુધી મેં જે પણ સ્ક્રિપ્ટ વાંચી છે એમાંની આ ખૂબ સુંદર સ્ક્રિપ્ટ છે. ફિલ્મમાં હાસ્ય અને પરિસ્થિતિ પર આધારિત કૉમેડી જોવા મળશે. સાથે જ એવા કેટલાય કૅરૅક્ટર્સ હશે જે તમને હંમેશાં માટે યાદગાર રહી જશે. અમે ફિલ્મનો ૪૦ ટકા ભાગ રાજસ્થાનનાં માંડવામાં શૂટ કર્યો છે. તમે જ્યારે તમારી આસપાસનાં દરેક લોકોને પ્રોજેક્ટ વિશેની દરેક બાબતો જણાવો છો એ દર્શાવે છે કે તમે કોઈ પ્રોજેક્ટને લઈને કેટલા ઉત્સાહિત અને પૅશનેટ છો.’


Whatsapp-channel Whatsapp-channel

12 December, 2019 03:41 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK