Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ચિત્તા ને જીરાફ સાથે સેલ્ફી લેતાં ટ્રોલ થઈ ક્રિતી સૅનન

ચિત્તા ને જીરાફ સાથે સેલ્ફી લેતાં ટ્રોલ થઈ ક્રિતી સૅનન

07 July, 2019 11:19 AM IST | ઝામ્બિયા

ચિત્તા ને જીરાફ સાથે સેલ્ફી લેતાં ટ્રોલ થઈ ક્રિતી સૅનન

ચિત્તા ને જીરાફ સાથે સેલ્ફી લેતાં ટ્રોલ થઈ ક્રિતી સૅનન

ચિત્તા ને જીરાફ સાથે સેલ્ફી લેતાં ટ્રોલ થઈ ક્રિતી સૅનન


સાઉથ આફ્રિકાનાં ઝામ્બિયામાં ચિત્તા અને જીરાફ સાથે સેલ્ફી લેવાથી ક્રિતી સૅનનને લોકોએ ટ્રોલ કરવાનું શરૂ કર્યું છે. તેણે કેટલાંક ફોટોઝ અને વિડિયોઝ સોશ્યલ મીડિયામાં શૅર કર્યાં હતાં. પોતાની આ ટ્રીપનાં ફોટોઝ ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને ક્રિતીએ કૅપ્શન આપી હતી કે ‘તેને મારી સાથે સેલ્ફિ જોઈતી હતી. જોકે હું તેને ના કહી શકી નહીં. ઝામ્બિયા.’

આ ફોટોઝ અને વિડિયોઝને જોઈને લોકોએ ક્રિતીને સલાહ આપવાનું શરૂ કરી દીધું હતું. ઇન્ટરનેટ યુઝર્સે એનાં પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે ‘બૉલીવુડ ડબલ સ્ટાન્ડર્ડ ધરાવે છે. તેઓ એક તરફ પેટાને ટેકો આપે છે, તો બીજી તરફ એનિમલ ટૂરિઝમને પ્રોત્સાહન પણ આપે છે. એ ખૂબ જ દુઃખદ બાબત છે.’



એક યુઝરે એમ કમેન્ટ કરતાં લખ્યું હતું કે ‘મહેરબાની કરીને જંગલી પશુઓને બંધનમાં રાખવાનું બંધ કરો. તું એક અભીનેત્રી
અને પબ્લિક આઇકૉન હોવાથી તને વધુ જવાબદાર અને સેન્સિટીવ હોવુ જોઈએ.’


Whatsapp-channel Whatsapp-channel

07 July, 2019 11:19 AM IST | ઝામ્બિયા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK