Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ક્રિશ અને કોલાવેરીનો સંગમ?

ક્રિશ અને કોલાવેરીનો સંગમ?

15 December, 2011 10:06 AM IST |

ક્રિશ અને કોલાવેરીનો સંગમ?

ક્રિશ અને કોલાવેરીનો સંગમ?






‘કોલાવેરી ડી...’ જ્યારે આખા દેશમાં અત્યારે પ્રચલિત થઈ ગયું છે ત્યારે આ સમય રજનીકાન્તના જમાઈ અને આ ગીતના ગાયક અને ગીતકાર ધનુષ માટે સૌથી શ્રેષ્ઠ ગણી શકાય જ્યારે તે બૉલીવુડમાં પોતાની ડિરેક્ટર તરીકેની પહેલી ફિલ્મની ઘોષણા કરે. ખબરો અનુસાર ધનુષ તેની પહેલી ફિલ્મ સુપરહીરો ફૅન્ટસીના વિષય પર બનાવવા માગે છે અને બૉલીવુડના મોટા સ્ટારમાંથી કોઈ એક સાથે કામ કરવા માગે છે. એવું કહેવામાં આવે છે કે તેની પસંદગીમાં સૌથી ઉપર ‘ક્રિશ’ વડે સુપરહીરો તરીકે સફળ હૃતિક રોશન છે.


થોડા દિવસ પહેલાં ધનુષ મુંબઈની મુલાકાતે આવ્યો હતો અને તેણે અમુક લોકો સાથે મુલાકાત પણ કરી હતી. તેની ફિલ્મનું બજેટ ઘણું મોટું હશે અને એ કારણે જ જબરદસ્ત સ્ટન્ટ્સ કરી શકે અને એ સાથે સામાન્ય લોકોમાં ખૂબ જ પ્રખ્યાત નામ હોય એવા ઍક્ટર તરીકે હૃતિક તેને સૌથી વધુ પસંદ પડ્યો છે.


ધનુષ પોતાના આ પ્રોજેક્ટ વિશે કહે છે, ‘જ્યારે હું એમ વિચારું કે હું પોતે ડિરેક્ટર બનીશ ત્યારે એક નિર્ણય તો પહેલાં આવે કે હું એમાં ઍક્ટિંગ નહીં જ કરું. આ મારો ડ્રીમ પ્રોજેક્ટ છે અને હું મારું બધું દેવા માટે તૈયાર છું. આ કારણે જ હું બીજા કોઈ મોટા સ્ટાર સાથે કામ કરવા માગું છું. જોકે હજી ફિલ્મ કે એની કાસ્ટિંગ વિશે વાત કરવી ઘણું વહેલું ગણાશે, પણ કોઈ મોટા નામ સાથે જ હું કામ કરીશ એ ચોક્કસ છે.’ Whatsapp-channel Whatsapp-channel

15 December, 2011 10:06 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK