Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > જાણો કેવી રીતે મળ્યા રામાયણની સીતાને તેમના રિયલ લાઇફ રામ

જાણો કેવી રીતે મળ્યા રામાયણની સીતાને તેમના રિયલ લાઇફ રામ

30 May, 2020 02:11 PM IST | Mumbai Desk
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

જાણો કેવી રીતે મળ્યા રામાયણની સીતાને તેમના રિયલ લાઇફ રામ

દીપિકા ચિખલિયાની લગ્ન સમયની તસવીર

દીપિકા ચિખલિયાની લગ્ન સમયની તસવીર


દેશમાં લૉકડાઉન જાહેર હોવાને કારણે 90 દાયકાની સીરિયલ રામાયણ, મહાભારત ટેલિવિઝન પર પુનઃપ્રસારિત કરવામાં આવી હતી. ત્યાર બાદ તેમના પાત્રો મુખ્યત્વે લક્ષ્મણ અને સીતા માતા એટલે કે સુનીલ લહરી અને દીપિકા ચિખલિયા ફરી એકવાર ચર્ચામાં છવાયા છે. આ બન્ને પાત્રો ભજવનાર કલાકારો વિશે લોકો વધુ ને વધુ જાણવા ઇચ્છે છે ત્યારે દીપિકા ચિખલિયાએ પોતાને રિયલ લાઇફ રામ કેવી રીતે મળ્યા તે અંગે એક પોસ્ટ શૅર કરી છે. આ પોસ્ટમાં તેમણે ખુલાસો કર્યો છે કે કેવી રીતે તેમને મળ્યા તેમના જીવનના શ્રી રામ...

દીપિકા ચિખલિયા જેમણે રામાયણમાં સીતાનું પાત્ર ભજવ્યું છે તેમણે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક પોસ્ટ શૅર કરી છે. આ પોસ્ટમાં તેમણે પોતાના ચાહકોને સંબોધન કરતાં લખ્યું છે કે તમને બધાંને એ તો ખ્યાલ હશે કે સ્ક્રીન પર સીતાને રામ કેવી રીતે અને ક્યાં મળ્યા પણ આજે હું તમારી સાથે એ સીક્રેટ શૅર કરીશ કે મને મારા જીવનના રામ કેવી રીતે મળ્યા....




દીપિકા ચિખલિયાએ પોસ્ટમાં લખ્યું છે કે, "તેમના પતિ હેમંત ટોપીવાલાનું કામ ટ્રેડિશનલ કૉસ્મેટિક બનાવવાનું અને વેચવાનું હતું, આ કૉસ્મેટિકનું નામ સિંગાર, જે 1961થી ચાલે છે." તેમની પહેલી ફિલ્મ સુન મેરી લૈલા અને આ ફિલ્મમાં એક એડ શૂટ હતું જે સિંગાર કાજલનું હતું. "આ સીન જોવા હેમંત સેટ પર આવ્યા હતા અને આ રીતે અમે બન્ને જણ એકબીજાને મળ્યા. ત્યાર બાદ અમે બન્ને પોતપોતાના કામમાં વ્યસ્ત થઈ ગયા હતા, પણ અમે બન્ને એકબીજાના મનમાં ક્યાંક હતા જ્યાં સુધી અમે ફરી મળ્યા.. વધુ આગળ.."


ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ દીપિકા ચિખલિયાએ પોતાના લગ્નની તસવીર શૅર કરતાં લખ્યું હતું રે હું વિચારતી જ હતી કે તમને ક્યારેય જાણવાની ઇચ્છા થઈ કે હું મારા પતિને કેમ મળી.

Whatsapp-channel Whatsapp-channel

30 May, 2020 02:11 PM IST | Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK