Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > ખતરોં કે ખિલાડીઃ લડાકૂ શમિતા શેટ્ટી

ખતરોં કે ખિલાડીઃ લડાકૂ શમિતા શેટ્ટી

16 February, 2019 01:16 PM IST |
હર્ષ દેસાઈ

ખતરોં કે ખિલાડીઃ લડાકૂ શમિતા શેટ્ટી

શમિતા શેટ્ટીનો વધુ એક ઝઘડો

શમિતા શેટ્ટીનો વધુ એક ઝઘડો


કલર્સ ચૅનલ પર આવતા શો ‘ખતરોં કે ખિલાડી ૯’ના સેટ પર શમિતા શેટ્ટીએ ફરી લડાઈ કરી છે. શમિતાએ હાલમાં રિદ્ધિમાં પંડિત સાથે લડાઈ કરી હતી અને હવે તેનો ઝઘડો જાસ્મિન ભસીન સાથે થયો છે. આ શોમાં એક ટાસ્ક રાખવામાં આવ્યો હતો જેમાં બે ટીમ બનાવવામાં આવી હતી. એક ટીમને રેડ ટીમ અને બીજી ટીમને યલો ટીમ નામ આપવામાં આવ્યું હતું. રેડ ટીમની લીડર ભારતી સિંહ અને યલો ટીમની લીડર શમિતા શેટ્ટી હતી. આ ટાસ્કમાં લીડર દ્વારા તેમની ટીમમાંથી એક વ્યક્તિનું નામ સજેસ્ટ કરવાનું હતું. જે ટીમ આ ટાસ્ક હારી જાય એ ટીમની સજેસ્ટ કરવામાં આવેલી મેમ્બર ઑટોમૅટિક એલિમિનેશન માટે સિલેક્ટ કરવામાં આવશે એવી શરત રાખવામાં આવી હતી. શમિતાએ તેની ટીમમાંથી જાસ્મિન ભસીનનું નામ સજેસ્ટ કર્યું હતું. જાસ્મિને તેના નામનો વિરોધ કર્યો હતો. તેણે કહ્યું હતું કે શમિતા પોતાનું નામ પણ સજેસ્ટ કરી શકે છે. જોકે શમિતાએ કહ્યું હતું કે તે એલિમિનેટ થવા નથી માગતી અને એથી જ તેણે જાસ્મિનનું નામ સજેસ્ટ કર્યું હતું. જાસ્મિન પણ એલિમિનેટ થવા ન માગતી હોવાથી તેમની વચ્ચે ઝઘડો થયો હતો.

આ પણ વાંચોઃ ખતરો કે ખિલાડીમાં કિસ્સા ચોટી કા



રિદ્ધિમા પંડિતને ચશ્માં ગિફ્ટ કર્યા રોહિત શેટ્ટીએ


રોહિત શેટ્ટીએ તેના શોની સ્પર્ધક રિદ્ધિમા પંડિતને તેનાં પર્સનલ ચશ્માં ગિફ્ટ કર્યા છે. કલર્સ ચૅનલ પર આવતા શો ‘ખતરોં કે ખિલાડી ૯’માં રિદ્ધિમા હંમેશાંથી રોહિત શેટ્ટીનાં ચશ્માં પર નજર રાખીને બેઠી હતી. રોહિતને જ્યારે ખબર પડી ત્યારે તેણે કહ્યું હતું કે તેને જ્યારે લાગશે તેણે ખૂબ જ અસંભવ ટાસ્ક પૂરો કર્યો હશે ત્યારે તે ચશ્માં રિદ્ધિમાને ગિફ્ટ કરશે. આવા જ એક ટાસ્કમાં રિદ્ધિમાએ સુંદર દેખાવ કર્યો હોવાથી રોહિતે તેને ચશ્માં ગિફ્ટ કર્યા હતાં.


Whatsapp-channel Whatsapp-channel

16 February, 2019 01:16 PM IST | | હર્ષ દેસાઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK