કેબીસીની હૉટ-સીટ હવે પહોંચશે અલગ-અલગ શહેરોમાં

Published: 25th August, 2012 09:45 IST

હૉટ સીટ આપકે શહર કૉન્સેપ્ટને કારણે હવે સામાન્ય માણસ પણ ઉઠાવી શકશે આ શોમાં હૉટ-સીટ પર બેસવાનો અનુભવ

 

 

 

‘સોની’ ટીવી પર અમિતાભ બચ્ચન દ્વારા સંચાલિત ગેમ-શો ‘કૌન બનેગા કરોડપતિ’ની આગામી સીઝન ટૂંક સમયમાં શરૂ થવાની છે ત્યારે દેશનાં અલગ-અલગ શહેરોના સામાન્ય માણસો પણ ‘કેબીસી’માં ભાગ લેવા જેવો અનુભવ કરી શકે એ માટે ‘હૉટ સીટ આપકે શહર’ જેવો કૉન્સેપ્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે. આ કૉન્સેપ્ટ અંતર્ગત પ્રમોશનલ વૅન અમદાવાદ, જયપુર, રોહતક, ચંડીગઢ, લખનઉ, વારાણસી, પટના, હાવરા, ભુવનેશ્વર, રાયપુર, નાગપુર અને ભોપાલ જેવાં શહેરોમાં જશે અને ત્યાં બેથી ત્રણ દિવસ રહેશે. આ બેથી ત્રણ દિવસ દરમ્યાન એક નાનકડી ઇવેન્ટનું આયોજન કરવામાં આવશે, જેમાં સિલેક્ટ થયેલા શહેરના સ્પર્ધકો હૉટ-સીટ પર બેસીને અમિતાભ બચ્ચનના રેકૉર્ડેડ વિડિયોના માધ્યમથી ‘કૌન બનેગા કરોડપતિ’માં ભાગ લેવા જેવો અનુભવ લેશે. આ સ્પર્ધાના વિજેતાને આકર્ષક ઇનામો આપવામાં આવશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK