હું ગણતરીબાજ નહીં પણ મૂડી છું : કૅટરિના

Published: 12th October, 2014 04:38 IST

કૅટરિના કૈફ કહે છે કે ફિલ્મનો હીરો જાણીતો છે કે નહીં એની દરકાર હું જરા પણ નથી કરતીKatrina Kaifકૅટરિના કૈફ કહે છે કે તે ફિલ્મ સાઇન કરતી વખતે સ્ક્રિપ્ટ કે તેના સહકલાકારોનો વિચાર નથી કરતી અને તેનો નિર્ણય માત્ર એ વખતની તેની મનોસ્થિતિ પર આધારિત હોય છે.

હું ગણતરીપૂર્વક સ્ક્રિપ્ટ પસંદ નથી કરતી એમ જણાવતાં કૅટરિના કહે છે, ‘જે વખતે હું ફિલ્મ સ્વીકારું છું ત્યારે મારા મનમાં કંઈક ખાસ કરવાની ઇચ્છા હોય છે. જ્યારે મેં ‘ધૂમ:૩’ સાઇન કરી એ વખતે હું કારમાં બેઠી હતી અને એક ગીત સાંભળી રહી હતી. મેં વિયાર્યું કે મારે પોતાનાં ગીતોમાં કંઈક નવું કરવું જોઈએ અને મારે ડાન્સ કરવો હતો અને ‘ધૂમ:૩’માં આ તક મને મળી હતી.’

હકીકતમાં તેની છેલ્લી કેટલીક ફિલ્મોમાં તે ખાન-ત્રિપુટી સાથે દેખાઈ છે. ‘ધૂમ:૩’માં તે આમિર ખાન સાથે દેખાઈ હતી, ‘જબ તક હૈ જાન’માં કૅટરિનાનો હીરો શાહરુખ ખાન હતો અને ‘એક થા ટાઇગર’માં તે સલમાન ખાન સાથે જોવા મળી હતી.

જ્યારે કૅટરિનાને પ્રશ્ન કરવામાં આવ્યો કે શું તે સુપરસ્ટારો સાથે જ કામ કરવાનું પસંદ કરે છે કે કેમ ત્યારે તેણે જવાબ આપ્યો હતો કે સહકલાકારો સ્ક્રિપ્ટ મુજબ નક્કી થાય છે.

મને નથી લાગતું કે કોઈ સ્ટારકાસ્ટ નક્કી કર્યા પછી મારો સંપર્ક કરે છે એવો ખુલાસો કરતાં કૅટરિના કહે છે, ‘મારી છેલ્લી પાંચ િફ્લ્મોમાંથી બેમાં હીરો નક્કી થયા પહેલાં મેં ફિલ્મો સાઇન કરી હતી. ‘અભિનેતા જાણીતો છે કે નહીં એની દરકાર હું નથી કરતી. મારી આગામી ફિલ્મ ‘ફિતૂર’નો ડિરેક્ટર અભિષેક કપૂર છે. જ્યારે મેં આ ફિલ્મ સાઇન કરી ત્યારે કોઈ હીરો સાઇન નહોતો થયો, ત્યાર બાદ આદિત્ય રૉય કપૂરને સાઇન કરવામાં આવ્યો હતો. એ વખતે મેં ‘આશિકી ૨’ જોઈ નહોતી, પરંતુ મેં ડિરેક્ટરને પ્રશ્નો કર્યા નહોતા. એ ડિરેક્ટરનો નિર્ણય છે, તેમની દૃષ્ટિ છે. એમાં હું માથું નથી મારતી. જ્યારે મેં ‘ન્યુ યૉર્ક’ કરી હતી ત્યારે નીલ નીતિન મુકેશે માત્ર એક જ ફિલ્મ કરી હતી. મેં ઇમરાન ખાન અને અલી ઝફર સાથે ‘મેરે બ્રધર કી દુલ્હન’માં કામ કર્યું હતું ત્યારે તેઓ નવોદિત હતા.’

રણબીર-કૅટરિના થાઇલૅન્ડમાં દિવાળી ઊજવશે

રણબીર કપૂરની હાલમાં થયેલી નાનકડી સર્જરીને કારણે તેની દિવાળી બગડવાની નથી, પણ ઊલટાની વધુ સારી રીતે વીતવાની છે. વાત એમ છે કે રણબીર કપૂર અને તેની ગર્લફ્રેન્ડ કૅટરિના કૈફ આ વર્ષની દિવાળી ભારતમાં નહીં પણ થાઇલૅન્ડમાં ઊજવવાનાં છે. ના, તેઓ ફરવા નથી જઈ રહ્યાં, પણ અનુરાગ બાસુની ‘જગ્ગા જાસૂસ’ના શૂટિંગ માટે જઈ રહ્યાં છે. બાવીસ ઑક્ટોબરે નીકળીને આ ઍક્ટરો થાઇલૅન્ડ માટે રવાના થશે જ્યાં ગોઠવવામાં આવેલા ફિલ્મના શેડ્યુલમાં ફિલ્મનું મોટા ભાગનું શૂટિંગ આવરી લેવામાં આવશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK