સલમાન ખાનના જીવનમાં આવી કેટરિના કૈફ, જુઓ 'ભારત'નું નવું પોસ્ટર

Updated: Apr 17, 2019, 12:21 IST

સલમાન ખાન અને કેટરિના કૈફ આ સમયે પોતાની ફિલ્મ ભારત માટે ચર્ચામાં છે.

ભારતનું નવું પોસ્ટર રિલીઝ
ભારતનું નવું પોસ્ટર રિલીઝ

સલમાન ખાન અને કેટરિના કૈફ આ સમયે પોતાની ફિલ્મ ભારત માટે ચર્ચામાં છે. સલમાન ખાન છેલ્લા બે દિવસમાં ભારતના બે પોસ્ટર રિલીઝ થઈ ગયા છે અને હમણા થોડા સમય પહેલા કેટરિનાએ પણ સોશિયમ મીડિયા પર ભારતનું એક નવું પોસ્ટર રિલીઝ કર્યું છે. 

 

 

આ પોસ્ટરમાં સલમાન અને કેટરિના એકસાથે નજર આવી રહ્યા છે. પોસ્ટર પર 1970 લખ્યું છે તો સમજી શકાય છે કે ફિલ્મમાં સલમાનના કેચલાક પડકારની વાર્તા દર્શાવવામાં આવશે. પોસ્ટરના કેપ્શનમાં તમે વાંચી શકો છો. -  'ઔર ફિર હમારી જિંદગી મેં આઈ મેડમ સર'... લખ્યું છે, અલબત્ત આ ઈશારો કેટરિના તરફ જ છે.

 

 

સોમવારને પણ સલમાને એક તસવીર શૅર કરી હતી જેમાં એમનો ઘરડો લૂક નજર આવી રહ્યો હતો. મંગળવારે સલમાને આ એક તસવીર શૅર કરતા લખ્યું કે જવાની હમારી જાનેમન થી. આ લૂકમાં તે ઘણી ડેશિંગ લાગી રહી છે.

આ પણ વાંચો : Kalank Box Office Prediction: કેટલું થશે ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન ?

જ્યારે સોમવારની આ તસવીરની સાથે સલમાન ખાન લખે છે - જેટલા સફેદ વાળ મારા માથામાં અને દાઢીમાં છે, એના કરતા વધારે રંગીન મારી જિંદગી રહી છે. અલબત્ત છે સલમાનનો આ લૂક એમની આવનારી ફિલ્મ ભારત માટે છે. સલમાનનો આવો અંદાજ તમે એની પહેલા કદાચ જ જોયું હશે. ડેશિંગ અને હેન્ડસમ સલમાનને ઘરડો જોઈને તમે હેરાન થઈ શકો છો. તસવીરની સાથે સલમાને ફિલ્મ ભારતના ડાયરેક્ટર અલી અબ્બાસ ઝફર સહિત ફિલ્મની અભિનેત્રી કેટરિના કૈફ, તબૂ, દિશા પટણી અને સુનીલ ગ્રોવર ઈત્યાદિને પણ ટેગ કર્યા છે. આ ફિલ્મ 5 જૂને રિલીઝ થઈ રહી છે. એની પહેલા 24 એપ્રિલે આ ફિલ્મનું ટ્રેલર પણ લોકો સામે આવશે. તસવીરમાં સલમાનનો અંદાજ જોઈને એ સમજાય છે કે આ ઘણી રસપ્રદ ફિલ્મ રહેશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK