Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > 'કસૌટી ઝિંદગી કી'ના આ કલાકારોનો કોરોના રિપોર્ટ આવ્યો છે નેગેટિવ

'કસૌટી ઝિંદગી કી'ના આ કલાકારોનો કોરોના રિપોર્ટ આવ્યો છે નેગેટિવ

14 July, 2020 06:14 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

'કસૌટી ઝિંદગી કી'ના આ કલાકારોનો કોરોના રિપોર્ટ આવ્યો છે નેગેટિવ

શુભાવી ચોક્સે, કરણ પટેલ, આમના શરીફ, પૂજા બેનર્જી

શુભાવી ચોક્સે, કરણ પટેલ, આમના શરીફ, પૂજા બેનર્જી


કોરોના વાયરસ (COVID-19)ના દિવસેને દિવસે વધી રહેલા સંક્રમણે એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીને ચપેટમાં લઈ લીધી છે. બૉલીવુડની સાથે જ ટીવીના કલાકારો પણ કોરોનાનો ભોગ બની રહ્યાં છે. તાજેતરમાં જ 'કસૌટી ઝિંદગી કી'ના આ કલાકારોનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. અનુરાગ બાસુનું પાત્ર ભજવતા પાર્થ સમથાન (Parth Samthaan)ને કોરોના થયો છે. પાર્થનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યા બાદ સેટ પરના તમામ એક્ટર્સ, કાસ્ટ તથા ક્રૂના કોરોના રિપોર્ટ કરાવવામાં આવ્યા હતાં. જેમાં સિરિયલના મુખ્ય કલાકારો પૂજા બેનર્જી (Pooja Banerjee), કરણ પટેલ (Karan Patel), આમના શરીફ (Aamna Sharif) તથા શુભાવી ચોક્સે (Shubhaavi Choksey) ના કોરોના ટેસ્ટ નેગેટિવ આવતા ચાહકોએ રાહતનો શ્વાસ લીધો છે.

સિરિયલમાં મિસ્ટર રિષભ બજાજની ભૂમિકા ભજવતા અભિનેતા કરણ પટેલનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. કરણે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. સાથે જ લોકોને સલામત રહેવાની અપીલ કરી છે અને સામાન્ય લક્ષણો જણાય તો પણ ટેસ્ટ કરાવવાની સલાહ આપી છે. કરણનો રિપોર્ટ નેગેટીવ આવ્યો હોવાની જાણ પત્ની અંકિતા ભાર્ગવે પણ સોશ્યલ મીડિયા દ્વારા કરી હતી.



Karan Patel Corona test Story


અનુરાગ બાસુની બહેન નિવેદિતા બાસુનું પાત્ર ભજવતી અભિનેત્રી પૂજા બેનર્જીનો કોરોના રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો છે. જેણી જાણ અભિનેત્રી સોશ્યલ મીડિયા દ્વારા કરી હતી.

Pooja Banerjee Story


સિરિયલમાં અનુરાગ બાસુની માતા મોહિની બાસુની ભૂમિકા ભજવતી શુભાવી ચોક્સેનો રિપોર્ટ પણ નેગેટીવ આવ્યો છે. તેણે સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરતા બધા ફૅન્સનો પ્રાર્થના કરવા માટે આભાર માન્યો હતો. સાથે જ સાવચેતી રાખવાનું કહ્યું હતું.

સિરિયલમાં કોમલિકાની ભૂમિકા ભજવતી અભિનેત્રી આમના શરીફનો કોરોના રિપોર્ટ પણ નેગેટીવ આવ્યો છે.

તમને જણાવી દઈએ કે, પાર્થ સમથાનને કોરોના હોવાની પુષ્ટિ રવિવારે થઈ હતી અને અત્યારે તે સેલ્ફ ક્વોરન્ટાઈન છે.

Whatsapp-channel Whatsapp-channel

14 July, 2020 06:14 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK