Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > તૈમુરના ફોટો ક્લિક કરવા માટે ક્યારેય ના નથી પાડી: કરીના

તૈમુરના ફોટો ક્લિક કરવા માટે ક્યારેય ના નથી પાડી: કરીના

22 February, 2019 10:58 AM IST |

તૈમુરના ફોટો ક્લિક કરવા માટે ક્યારેય ના નથી પાડી: કરીના

કરીના કપૂર ખાન

કરીના કપૂર ખાન


કરીના કપૂર ખાનનું કહેવું છે કે તૈમુરના ફોટો મીડિયા ક્લિક કરે એના માટે તેમણે ક્યારેય ના નથી પાડી, પરંતુ વધારે પડતું અટેન્શન પણ નથી સારું. તેનું એમ પણ કહેવું છે કે મીડિયાએ પણ થોડા જવાબદાર બનવું જોઈએ. આ વિશે કરીનાએ કહ્યું હતું કે ‘અમને લાગે છે કે આ થોડું બેજવાબદારીભર્યું વર્તન છે. અમે સારા પેરન્ટ્સ છીએ. અમે ક્યારેય તૈમુરનો ચહેરો નથી છુપાવ્યો. હૉલીવુડમાં તેઓ પોતાનાં બાળકોના ચહેરા કોઈને દેખાડતા નથી. સૈફ અને હું મૉડર્ન વિચારો રાખીએ છીએ એથી અમે એવું નથી કરતાં. એનાથી તો તૈમુર ગભરાઈ જશે. તે વિચારશે કે આ શું થઈ રહ્યું છે? હું તેને ભયના વાતાવરણમાં નથી રાખવા માગતી. તે મુક્ત રીતે મોટો થાય અને આગળ વધે એવું ઇચ્છું છું. આવું બધા પેરન્ટ્સ પોતાનાં બાળકો માટે વિચારતા હોય છે.’

મીડિયા થોડું રિસ્પૉન્સિબલ બને એ વિશે કરીનાએ કહ્યું હતું કે ‘ એ મીડિયા માટે સારું રહેશે. મેં તેમને ક્યારેય ફોટો ક્લિક કરતાં નથી અટકાવ્યા. પરંતુ સતત અટેન્શન આપવામાં આવે એ સારી વાત નથી. આશા રાખું છું કે તે તેના પેરન્ટ્સની જેમ જ કૂલ રહે. મ્યુઝિક અને સ્પોર્ટ્સમાં તે વધુ રસ લે એ જ અમારી ઇચ્છા છે.’


Whatsapp-channel Whatsapp-channel

22 February, 2019 10:58 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK