એરિકા ફર્નાન્ડિસ માટે પ્રેરણાત્મક છે કરીના, નેહા અને કલ્કિ કોચલિન
એરિકા ફર્નાન્ડિસ
‘કસૌટી ઝિંદગી કી’માં પ્રેરણાનું પાત્ર ભજવનાર એરિકા ફર્નાન્ડિસે જણાવ્યું હતું કે કરીના કપૂર ખાન, નેહા ધુપિયા અને કલ્કિ કોચલિન પ્રેરણા સમાન છે. આ શો સ્ટાર પ્લસ પર દરરોજ રાતે ૮ વાગ્યે દેખાડવામાં આવે છે. આ શોએ ૮ મહિનાની લીપ લીધી છે. જે મહિલાઓ પ્રેગ્નન્સીમાં પણ કામ કરે છે તેમની એરિકાએ પ્રશંસા કરી છે. પોતાના વિચાર શૅર કરતાં એરિકાએ કહ્યું હતું કે ‘પહેલી વાત તો એ કે કોઈને પણ એ અધિકાર નથી કે કોઈનાં સપનાંઓ કે ઇચ્છાઓ પર પ્રતિબંધ લાદવામાં આવે. પર્સનલી મારું માનવું છે કે પોતાની જાતની કાળજી લેવી એમાં કંઈ ખોટું નથી.
આ પણ વાંચો : એમેઝોન પર હવે જોવા મળશે ડ્રામા
ADVERTISEMENT
બાદમાં પોતાનાં સપનાંઓ, પોતાની મહત્ત્વાકાંક્ષાઓને પૂરી કરવા આગળ વધવું. કરીના કપૂર ખાન, નેહા ધુપિયા અને કલ્કિ કોચલિન જેવી મહિલાઓએ ખૂબ જ સુંદરતાથી પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફમાં બૅલૅન્સ જાળવી રાખ્યું છે. તેઓ અમારા માટે પ્રેરણા સમાન છે.’