કરણ ટેકરે કારકિર્દીનાં ૧૧ વર્ષ પૂરાં કર્યાં

Published: May 11, 2020, 20:12 IST | Gujarati Mid-day Online Correspondent | Ahmedabad

હાલ હૉટસ્ટારની સિરીઝ ‘સ્પેશ્યલ ઑપ્સ’ની સફળતા માણી રહેલા કરણ ટેકરે કારકિર્દીની શરૂઆત ગુજરાત-બેઝ્‍ડ કોલ્ડ-ડ્રિન્કની જાહેરાતથી કરી હતી

કરણ ટેકર
કરણ ટેકર

ટીવી-અભિનેતા કરણ ટેકરે મનોરંજનજગતમાં પોતાની કારકિર્દીનાં ૧૧ વર્ષ પૂરાં કર્યાં છે. ટીવી પડદાના કેટલાક કલાકારો વર્ષોથી રાજ કરી રહ્યા છે તો કેટલાક વીસરાઈ ગયા છે. કરણ ટેકર ધીમી અને મક્કમ ગતિએ પોતાનું સ્થાન બનાવવામાં સફળ રહ્યો છે. આ ઇન્ડસ્ટ્રીમાં ૧૧ વર્ષ પૂરાં થવા પર કરણે શરૂઆતના દિવસોને યાદ કર્યા હતા, જ્યારે તેને ગુજરાત-બેઝ્‍ડ કોલ્ડ-ડ્રિન્કની જાહેરાત કરવા માટે ૧૫૦૦ રૂપિયા મળ્યા હતા. એક જાણીતી કંપની માટે કમર્શિયલ કર્યા બાદ ઍક્ટિંગ બાબતે તેનામાં આત્મવિશ્વાસ વધી ગયો હતો.

કરણે કહ્યું હતું કે ‘આ ફીલ્ડમાં આવતાં પહેલાં મારા બિઝનેસમાં મોટો ફટકો પડ્યો હતો જેથી સ્ટ્રગલ કરી રહ્યો હતો. ૨૦૦૮માં શાહરુખ ખાન-અનુષ્કા શર્માની ફિલ્મ ‘રબ ને બના દી જોડી’માં એક નાનકડો રોલ ભજવીને અભિનયની શરૂઆત કરી. ત્યાર બાદ ‘લવ ને મિલા દી જોડી’ ટીવી-શોમાં મહત્ત્વનો રોલ ભજવ્યો અને એ પછી ‘રંગ બદલતી ઓઢણી’, ‘એક હઝારોં મેં મેરી બહના હૈ’, ‘ઝલક દિખલા જા’ જેવા શોથી લોકો મને થોડાઘણા ઓળખતા થયા.’
હાલમાં કરણ ટેકર હૉટસ્ટારની જાણીતી વેબ-સિરીઝ ‘સ્પેશ્યલ ઑપ્સ’ની સફળતા માણી રહ્યો છે. નીરજ પાંડે નિર્દેશિત આ સ્પાય-થ્રિલરમાં કેકે મેનન, દિવ્યા દત્તા, વિનય પાઠક, મહેર વીજ, શરદ કેળકર સહિતના કલાકારો છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK