Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > ધ કપિલ શર્માના કુરૂક્ષેત્રમાં નજર આવશે મહાભારતના પાત્રો, થશે ઘણા ખુલાસા

ધ કપિલ શર્માના કુરૂક્ષેત્રમાં નજર આવશે મહાભારતના પાત્રો, થશે ઘણા ખુલાસા

27 September, 2020 05:52 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ધ કપિલ શર્માના કુરૂક્ષેત્રમાં નજર આવશે મહાભારતના પાત્રો, થશે ઘણા ખુલાસા

મહાભારતની કાસ્ટ

મહાભારતની કાસ્ટ


દર્શકોનો સૌથી પ્રિય શૉ 'ધ કપિલ શર્મા શૉ' (The Kapil Sharma Show), જ્યારે પણ ટીવી પર આવે છે ત્યારે લોકોના ચહેરા પર સ્મિત આવે છે. કપિલના શૉમાં દર અઠવાડિયે કોઈને કોઈ મહાન સેલિબ્રિટી આવતા હોય છે. વખતે આ કોમેડી શૉમાં બી.આર.ચોપડા (B.R Chopra)ના મહાભારત (Mahabharat)ના પાત્રો તમને જોવા મળશે. 90ના દાયકાનો સુપરહિટ શૉ મહાભારત જેના આજે પણ દેશભરમાં કરોડો ફૅન્સ છે. શૉના કલાકારે કપિલના શૉમાં સીરિયલ 'મહાભારત' સાથે જોડાયેલી અનેક રમુજી વાતો ચાહકો સાથે શૅર કરશે. આપને જણાવી દઈએ કે 'મહાભારત'માં કપિલ શર્માના શૉમાં ગૂફી પેન્ટન ઉર્ફે 'શકુની મામા', પુનીત ઇસ્સાર ઉર્ફે 'દુર્યોધન', નીતીશ ભારદ્વાજ ઉર્ફે 'શ્રી કૃષ્ણ', અને' અર્જુન'નું સ્વાગત કરવામાં આવશે.

 
 
 
View this post on Instagram

#mahabharat in #tkss #thekapilsharmashow this weekend ?

A post shared by Kapil Sharma (@kapilsharma) onSep 24, 2020 at 1:37am PDT




કપિલ શર્માના શૉમાં મહાભારતમાં શકુની મામનો રોલ ભજવનાર એક્ટર ગૂફી પેન્ટ્ને જણાવ્યું કે કેવી રીતે દારા સિંહ અને ભીમની ભૂમિકા ભજવી રહેલા પ્રદીપ કુમાર સીરિયલના સેટ પર પંજાબીમાં વાત કરતા હતા. તેમ જ શૉમાં દુર્યોધનની ભૂમિકા ભજવનાર અભિનેતા પુનીત ઇસ્સારે પણ કહ્યું હતું કે શૉ દ્વારા દર્શકોને ખાતરી થઈ ગઈ હતી કે મહાભારતના ભીમ અને હનુમાનજી પંજાબી હતા.


આજે કપિલના શૉમાં આ સુપરહિટ શૉ સાથે જોડાયેલા અનેક ખુલાસા થશે. તાજેતરમાં જ તેનો એક પ્રોમો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં શૉની કેટલીક હાઈલાઈટ્સ દેખાઈ રહી છે. આ દરમિયાન બીઆર ચોપડાની પુત્રવધૂ રેણુ રવિ ચોપડા પણ કપિલના શૉમાં જોવા મળશે.

તમને જણાવી દઈએ કે કોરોના વાઈરસના કારણે થયેલા લૉકડાઉનમાં બીઆર ચોપડાનો શૉ મહાભારત એકવાર ફરીથી ટીવી પર પ્રસારિત કરવામાં આવ્યો હતો અને આ વખતે પણ ફૅન્સે આ શૉને એટલો જ પ્રેમ આપ્યો, જેટલો 90ના દાયકમાં મળ્યો હતો.

Whatsapp-channel Whatsapp-channel

27 September, 2020 05:52 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK