The Kapil sharma Show: કેમ ભાવુક થયો કપિલ શર્મા ?

Published: May 05, 2019, 15:50 IST | મુંબઈ

સોની ટીવીના સુપરહિટ શો ધ કપિલ શર્મા શો માટે આગામી વીક એન્ડ ખાસ રહેવાનો છે. 12ના રોજ મધર્સ ડેનો સ્પેશિયલ એપિસોડ ટેલિકાસ્ટ થવાનો છે.

સોની ટીવીના સુપરહિટ શો ધ કપિલ શર્મા શો માટે આગામી વીક એન્ડ ખાસ રહેવાનો છે. 12ના રોજ મધર્સ ડેનો સ્પેશિયલ એપિસોડ ટેલિકાસ્ટ થવાનો છે. આ શોમાં કપિલ શર્માના માતા પણ સ્ક્રીન પર દેખાશે. કપિલ શર્મા આ એપિસોડમાં પોતાની માતાનું ખાસ પ્રકારે વેલકમ કરી રહ્યા છે.

સોની ટીવીએ આગામી એપિસોડનો પ્રોમો સોશિયલ મીડિયાપર શૅર કર્યો છે. જેમાં કપિલ શર્મા ઓડિયન્સને વેલકમ કરતા જ કહે છે કે,'આખી દુનિયા તમને પૂછશે કે કેટલું કમાવ છો, પરંતુ એક મા જ એવી છે, જે તમને પૂછે છે કે તમે જમ્યા કે નહીં ?' બાદમાં કપિલ પોતાની મમ્મીને સ્ટેજ પર બોલાવે છે અને બોલાવીને પૂછે છે કે તમને શો પર આવીને કેવું લાગે છે. જવાબમાં કપિલ શર્માના મમ્મી કહે છે કે તને સામે જોઈને ખૂબ સારુ લાગે છે. મમ્મીનો આ જવાબ સાંભળીને કપિલ શર્મા ઈમોશનલ થઈ જાય છે.

 
 
 
View this post on Instagram

Next weekend. The one n only #superstar my mother 🤗 #mothersday special 😍 #love #blessings #mother @sonytvofficial

A post shared by Kapil Sharma (@kapilsharma) onMay 3, 2019 at 9:21pm PDT

 

જો કે આ પ્રોમોમાં મધર્સ ડે સ્પેશિયલ ગેસ્ટમાં કોણ આવી રહ્યું છે, તેનો ખુલાસો નથી થયો. શક્ય છે કે કપિલ શર્માની મમ્મી જ આ વખતે ગેસ્ટ બની શકે છે. કપિલ શર્માએ આ વીડિયો શૅર કરીને લખ્યું છે,'આગલા વીક એન્ડ શોમાં સુપરસ્ટાર હશે મારી માં. મધર્સ ડે સ્પેશિયલ.' કપિલ શર્મા માટે આ શો ખાસ છે. કારણ કે દરેક શોમાં તેની માતા સાથે હોય છે. પરંતુ આ વખતે ગેસ્ટ બનીને આવ્યા તો કપિલ તેમને સમ્માન આપતા ઈમોશનલ દેખાઈ રહ્યા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK