Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > બીજા દિવસે મણિકર્ણિકાએ રચ્યો ઈતિહાસ,કમાણીના તોડ્યા રેકોર્ડ

બીજા દિવસે મણિકર્ણિકાએ રચ્યો ઈતિહાસ,કમાણીના તોડ્યા રેકોર્ડ

27 January, 2019 02:49 PM IST |

બીજા દિવસે મણિકર્ણિકાએ રચ્યો ઈતિહાસ,કમાણીના તોડ્યા રેકોર્ડ

મણિકર્ણિકાએ કરી અધધધ કમાણી

મણિકર્ણિકાએ કરી અધધધ કમાણી


લક્ષ્મીબાઈની જીવનગાથા પર બનેલી કંગના રનૌતની ફિલ્મ 'મણિકર્ણિકા' બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. 26 જાન્યુઆરીએ ફિલ્મના કલેક્શનમાં 100 ટકા કરતા વધુનો વધારો નોંધાયો છે. બે જ દિવસમાં ફિલ્મ બોક્સ ઓફિસ પર 26 કરોડની કમાણી કરી ચૂકી છે.

25 જાન્યુઆરીએ રિલીઝ થયેલી મણિકર્ણિકા હિન્દી, તમિલ, તેલુગુ ભાષામાં દેશભરના 3 હજાર સ્ક્રીન્સમાં ચાલી રહી છે. તો ઓવરસીઝમાં 50થી વધુ દેશોમાં 700 સ્ક્રીન પર આ ફિલ્મ ચાલી રહી છે. પહેલા દિવસે ફિલ્મનું કલેક્શન માત્ર 8.75 કરોડ જ હતું. પરંતુ બીજા દિવસે એટલે કે શનિવારે ફિલ્મે 18.10 કરોડ રૂપિયાનું જબરજસ્ત કલેક્શન કર્યું છે. એટલે કે બંને દિવસની ફિલ્મની કમાણી 26.85 કરોડ રૂપિયા થઈ છે.



આ પણ વાંચોઃMovie Review: મણિકર્ણિકામાં દમદાર એક્શન, નબળું પ્રેઝન્ટેશન


સાથે જ મણિકર્ણિકાએ નવો રેકોર્ડ પણ બનાવ્યો છે. દેશમાં કોઈ પણ સિંગલ દિવસે સૌથી વધુ કમાણી કરનારી આ પહેલી વિમેન સેન્ટ્રિક ફિલ્મ બની છે. કંગના રનૌતે 'તનુ વેડ્સ મનુ રિટર્ન્સ'નો બીજા દિવસે સૌથી વધુ કમાણી કરવાનો રેકોર્ડ પણ બનાવી લીધો છે. ટ્રેડ સૂત્રો પ્રમાણે બોક્સઓફિસમાં 'મણિકર્ણિકા' બીજા દિવસે 90થી 95 ટકા ઓક્યુપન્સી રહી છે. રવિવારે પણ ફિલ્મના કલેક્શનમાં વધારો નોંધાય તેવી શક્યતા છે. નિષ્ણાતોનું કહેવું છે કે મણિકર્ણિકાનું કલેક્શન 20 કરોડ સુધી જઈ શકે છે.


Whatsapp-channel Whatsapp-channel

27 January, 2019 02:49 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK