થલાઇવીના ફર્સ્ટ લૂકની સાથે ટીઝર રિલીઝ, કંગનાનો જયલલિતા લૂક થયો વાયરલ

Published: Nov 23, 2019, 17:31 IST | Mumbai Desk

આપણે તે મહાન હસ્તીને ઓળખીએ છીએ પણ તેમની સ્ટોરી હજી બાકી છે.

ફિલ્મ અભિનેત્રી કંગના રનૌતની આગામી ફિલ્મ થલાઇવીનો ફર્સ્ટ લૂક અને ટીઝર રિલીઝ કરી દેવામાં આવ્યો છે. આ ફિલ્મ તામિલનાડુના મુંખ્યમંત્રી રહી ચૂકેલા જયલલિતાના જીવન પર બની રહી છે. ફિલ્મ અભિનેત્રી કંગના રનૌતની બહેન રંગોલી ચંદેલે સોશિયલ મીડિયા પર ફિલ્મનો લૂક શૅર કરતા લખ્યું, "આપણે તે મહાન હસ્તીને ઓળખીએ છીએ પણ તેમની સ્ટોરી હજી બાકી છે."

થલાઇવી તરીકે કંગના રનૌતનો લૂક આ રહ્યો, આ ફિલ્મનું નિર્દેશન વિજય કરી રહ્યા છે. આ ફિલ્મ 26 જૂન 2020ના રિલીઝ થવાની છે. નોંધનીય છે કે જયલલિતાના જીવન પર બનતી બાયોપિક ત્રણ ભાષાઓમાં બનવાની છે. તાજેતરમાં જ આ ફિલ્મ માટે કંગના રનૌતને અમેરિકાનો પ્રવાસ કરતી જોવામાં આવી હતી. જ્યાં તેણે આ ફિલ્મ માટે ચહેરા પર પ્રોસ્થેટિક મેકઅપ કરાવ્યું હતું.

કંગના રનૌતે આ ફિલ્મ માટે મહેનતાણાં માટે ઘણાં પૈસા લીધા છે તેવી વાતો કહેવામાં આવી રહી છે. આ દરમિયાન તે બોલીવુડની સૌથી મોંઘી અભિનેત્રી બની ગઈ છે તેવી વાતો પણ થઈ રહી છે. આ લૂકમાં કંગના રનૌતને ઓળખવી ખૂબ જ મુશ્કેલ છે અને તે યુવાન જયલલિતા જેવી દેખાય છે તેમણે ચૂંટણી જીત્યા પછી જયલલિતાનું વિજયી ચિહ્ન બનાવતી જોઇ શકાય છે. તેસાડી જેવા એક ડ્રેસ પહેરલી દેખાય છે. ચહેરા પર મંદ મંદ સ્માઇલ પણ છે. જયલલિતા રાજકારણમાં આવવા પહેલા ફિલ્મોમાં હતી અને તેણે કેટલીય ફિલ્મોમાં કામ કર્યું હતું.

આ પણ વાંચો : ગળાડૂબ પ્રેમમાં છે Aishwarya Majmudar, જુઓ તેના મનના માણીગર સાથેની ખાસ તસવીરો.

તેના પછી તે રાજકારણમાં આવી ગઈ અને તેણે ફરી પાછાં વળીને ક્યારેય જોયું નહીં. કંગના રનૌત આ પહેલા ફિલ્મ જજમેન્ટલ હે ક્યામાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેના સિવાય રાજકુમાર રાવની મુખ્ય ભૂમિકા હતી. આ ફિલ્મે બૉક્સ ઑફિસ પર સારું કલેક્શન કર્યું હતું. આ ફિલ્મ સિવાય તે ઝાંસી કી રાની લક્ષ્મીબાઇના જીવન પર બનેલી ફિલ્મ મણિકર્ણિકા - ધ ક્વીન ઑફ ઝાંસીમાં જોવા મળી હતી. આમાં તેણે રાણી લક્ષ્મીબાઈની ભૂમિકા ભજવી હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK