એવૉર્ડ પાછો કરવાની માગ વચ્ચે કંગના રણોતનો જવાબ, રામ ભક્ત છું, પ્રાણ...

Updated: 8th October, 2020 22:12 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

સુશાંતના નિધન વિશે જો તેમના દાવા ખોટા પુરવાર થાય તો તે પોતાનો 'પદ્મશ્રી' અવૉર્ડ પાછો આપી દેશે. એમ્સના ડૉક્ટર્સના રિપોર્ટ આવ્યા પછી કંગનાને ટ્રોલ કરવામાં આવી રહી છે. હવે કંગનાએ આનો જવાબ આપ્યો છે.

એવૉર્ડ પાછો કરવાની માગ વચ્ચે કંગના રણોતનો જવાબ, રામ ભક્ત છું, પ્રાણ...
એવૉર્ડ પાછો કરવાની માગ વચ્ચે કંગના રણોતનો જવાબ, રામ ભક્ત છું, પ્રાણ...

સ્વરા ભાસ્કરે તાજેતરમાં જ કંગના રણોત પર અવૉર્ડ પાછો કરવાને લઈને ઇનડાયરેક્ટલી કોમેન્ટ કરી હતી. હવે કંગનાએ આના પર જવાબ આપ્યો છે. કંગનાએ પહેલા કહ્યું હતું કે સુશાંતના નિધન વિશે જો તેમના દાવા ખોટા પુરવાર થાય તો તે પોતાનો 'પદ્મશ્રી' અવૉર્ડ પાછો આપી દેશે. એમ્સના ડૉક્ટર્સના રિપોર્ટ આવ્યા પછી કંગનાને ટ્રોલ કરવામાં આવી રહી છે. હવે કંગનાએ આનો જવાબ આપ્યો છે.

ટ્વિટર પર ટ્રેન્ડ થયું કંગના અવૉર્ડ પાછો કર
એમ્સના રિપોર્ટમાં સુશાંતના નિધનને આત્મહત્યા જાહેર કરાયા પછી સ્વરા ભાસ્કરે સોશિયલ મીડિયા પર સવાલ કર્યો હતો કે 'કેટલાક લોકો' પોતાનો એવૉર્ડ પાછો આપશે? તો ટ્વિટર પર #KanganaAwardWapasKar ટ્રેન્ડ થવા લાગ્યું હતું. આ અંગે કંગનાએ પોતાનો જૂનો ઇન્ટરવ્યૂ ટ્વિટર પર ફરી પોસ્ટ કરતા લખ્યું, આ છે મારો ઇન્ટરવ્યૂ જો યાદશક્તિ નબળી હોય તો ફરીથી જુઓ, જો મેં એકપણ ખોટો આરોપ મૂક્યો હોય, તો હું મારા બધાં એવૉર્ડ્સ પાછા આપી દઈશ, આ એક ક્ષત્રીયનું વચન છે, હું રામ ભક્ત છું, પ્રાણ જાએ પણ વચન ન જાયે. જય શ્રી રામ.

સ્વરા ભાસ્કરે કર્યું હતું આ ટ્વીટ
સ્વરા ભાસ્કરે લખ્યું હતું, "હવે તો બન્ને સીબીઆઇ અને એમ્સે નિષ્કર્ષ તારવ્યું છે કે સુશાંતનું નિધન આત્મહત્યા કરવાથી થયું હતું. કેટલાક લોકો સરકારને પોતાના જૂના પુરસ્કાર પાછાં આપવા નથી જઈ રહ્યા??"

રિયાને જામીન, AIIMSએ કહ્યું, સુશાંતની આત્મહત્યા
સુશાંત સિંહ રાજપૂત કેસમાં રિયા ચક્રવર્તીને બૉમ્બે હાઇ કૉર્ટે જામીન આપી દીધા છે. તેમને ડ્રગ કેસમાં NCB ધરપકડ કરી હતી. તો AIIMSના ડૉક્ટર્સે પોતાના રિપોર્ટમાં સુશાંતના મર્ડકની શક્યતાઓ નકારી દીધી હતી. ડૉક્ટર્સની ટીમે મેળવ્યું કે સુશાંતને કોઇપણ પ્રકારનું ઝેર આપાવામાં નહોતું આવ્યું ન તો ગળું દાબીને હત્યા કરવામાં આવી હતી.

First Published: 8th October, 2020 22:02 IST
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK