Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > લાઇવ ટેલિકાસ્ટ દ્વારા કાજલ અગ્રવાલ ડિજિટલ પ્લૅટફૉર્મ પર એન્ટ્રી કરશે

લાઇવ ટેલિકાસ્ટ દ્વારા કાજલ અગ્રવાલ ડિજિટલ પ્લૅટફૉર્મ પર એન્ટ્રી કરશે

30 January, 2021 04:22 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

લાઇવ ટેલિકાસ્ટ દ્વારા કાજલ અગ્રવાલ ડિજિટલ પ્લૅટફૉર્મ પર એન્ટ્રી કરશે

કાજલ અગ્રવાલ

કાજલ અગ્રવાલ


કાજલ અગ્રવાલ હવે હૉરર સિરીઝ ‘લાઇવ ટેલિકાસ્ટ’ દ્વારા ડિજિટલ પ્લૅટફૉર્મ પર એન્ટ્રી કરવાની છે. ડિઝની+હૉટસ્ટાર વીઆઇપી પર ૧૨ ફેબ્રુઆરીએ આ સિરીઝ રિલીઝ થવાની છે. શોમાં દેખાડવામાં આવશે કે કેવી રીતે ટીવીના ક્રૂ મેમ્બર એક સુપરહિટ શો બનાવવા માટે એક એવા ઘરમાં ફસાઈ જાય છે જ્યાં સુપરનૅચરલ પાવર્સનું વર્ચસ્વ હોય છે. 7 એપિસોડના આ તામિલ શો વિશે વધુ માહિતી આપતાં કાજલે કહ્યું હતું કે ‘એક કલાકાર તરીકે હું સતત એવા રોલ્સ શોધતી રહું છું કે જે મને મારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર કાઢે. ‘લાઇવ ટેલિકાસ્ટ’ દ્વારા મને એવું કામ મળ્યું છે. મારું કૅરૅક્ટર જેની એક ડિરેક્ટર હોય છે. તે એક સ્ટ્રૉન્ગ અને સ્વતંત્ર મહિલા હોય છે જેનો ઉદ્દેશ માત્ર એક સફળ ટીવી-શો બનાવવાનો હોય છે. પોતાની આ મન્શાને પૂરી કરવાના ચક્કરમાં તે એક મોટા ઘરમાં ફસાઈ જાય છે. હૉરર સ્ટોરીઝ પસંદ હોય એવા દર્શકોને આ શો ખૂબ પસંદ પડશે.’


Whatsapp-channel Whatsapp-channel

30 January, 2021 04:22 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK