Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > જૉન અબ્રાહમની ફિલ્મ પાગલપંતીનું ટ્રેલર આવ્યું સામે....

જૉન અબ્રાહમની ફિલ્મ પાગલપંતીનું ટ્રેલર આવ્યું સામે....

22 October, 2019 05:22 PM IST | મુંબઈ

જૉન અબ્રાહમની ફિલ્મ પાગલપંતીનું ટ્રેલર આવ્યું સામે....

જૉન અબ્રાહમ

જૉન અબ્રાહમ


બાટલા હાઉસ જેવી એક્શન થ્રિલર મૂવી બાદ જૉન અબ્રાહમ ફરી એકવાર જૉન અબ્રાહમ કૉમેડી કરતા નજર આવી રહ્યા છે. ફિલ્મનું નામ છે પાગલપંતી, જેનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. જૉને પોતાના ઑફિશિયલ ટ્વિટર અકાઉન્ટથી ટ્રેલર શેર કર્યું છે.

ટ્રેલર સાથે જૉને લખ્યું કે, શનિ મહારાજ તેની પાછળ નથી પડ્યા, તેના ખોળામાં બેઠા છે. ટ્રેલર જોઈને તમને વેલકમની યાદ આવે છે. ફિલ્મમાં બે ડૉન નજર આવી રહ્યા છે. જેના કિરદારમાં અનિલ કપૂર અને સૌરભ શુક્લા છે. સાથે જૉન અબ્રાહમ, અરશદ વારસી અને પુલકિત સમ્રાટ પણ છે. જેમાં આઈટમ સૉન્ગની પણ એક ઝલક બતાવવામાં આવી છે.




ટ્રેલરની શરૂઆતમાં જ ડાયલૉગ આવે છે કે, આમાં મગજનો ઉપયોગ ન કરતા, કારણ કે આ લોકોમાં નથી. ટ્રેલર આ લાઈનને પુરી રીતે જસ્ટિફાઈ કરે છે. આ સિવયા જૉન ટ્રેલરમાં બીજા કેટલાક ડાયલૉગ બોલ્યા છે. કૉમેડી સાથે તેમાં એક્શન પણ છે. આ તમામ એક્ટર્સની સાથે ઈલિયાના ડીક્રૂઝ અને ઉર્વશી રૌતેલા પણ નજર આવી રહી છે.

ટ્રેલરને જોઈને લાગે છે કે ટ્રેલરમાં કૉમેડી માટે એ જ જૂનો સિક્કો અજમાવવામાં આવ્યો છે. ફિલ્મના તમામ કિરદારો પૈસા પાછળ ભાગી રહ્યા છે અને તેમાંથી જ હ્યૂમર ક્રિએટ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ ફિલ્મને ડાયરેક્ટ અનીસ બઝમીએ કરી છે. જેઓ હલચલ, નો એન્ટ્રી જેવી ફિલ્મો આપી ચુક્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

22 October, 2019 05:22 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK