ગ્રામીણ વિસ્તારોમાં બાળકોને મોબાઇલ મૂવી થિયેટર પર દેખાડવામાં આવશે ઝલ્કી
ફિલ્મનું એક દ્રશ્ય
બાળ તસ્કરી પર આધારિત ‘ઝલકી’ને ભારતનાં દરેક વિસ્તારનાં બાળકો સુધી પહોંચાડવા માટે મોબાઇલ ડિજિટલ મુવી થિયેટર પર ફિલ્મને દેખાડવામાં આવશે. આ ફિલ્મને નોબલ પીસ પ્રાઇઝ વિજેતા કૈલાશ સત્યાર્થીએ પ્રોડ્યુસ કરી છે. ૧૪ નવેમ્બરે રિલીઝ થનારી આ ફિલ્મમાં નોબલ શાંતિ પુરસ્કાર વિજેતા કૈલાશ સત્યાર્થીના પાત્રમાં બમન ઈરાનીએ કામ કર્યું છે. સાથે જ સંજય સૂરી, દિવ્યા દત્તા અને તનિષ્ઠા ચૅટરજી પણ જોવા મળશે. ફિલ્મની સ્ટોરી એક નવ નર્ષની બાળકી પર છે, જે તેનાં સાત વર્ષનાં ભાઈને શોધવા નિકળી પડે છે. તેના નાના ભાઈને બાળ તસ્કરોએ કિડ્નેપ કર્યો હોય છે. આ ફિલ્મ એ દરેક વિસ્તારમાં પહોંચાડવાની ઇચ્છા ફિલ્મ મેકર્સની છે, જ્યાં થિયેટર્સની સગવડ નથી. એથી ફિલ્મને મોબાઇલ ડિજિટલ મુવી થિયેટરનાં માધ્યમથી ભારતની દરેક સ્કૂલમાં પણ દેખાડવામાં આવશે. આ ફિલ્મને અનેક ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં દેખાડવામાં આવી છે. ફિલ્મનું પોસ્ટર આ વર્ષની શરૂઆતમાં કાન ફિલ્મ ફેસ્ટિવલમાં રિલીઝ કરવામાં આવ્યુ હતું.