Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > AXNની બૉલીવુડ ટ્રેઇલ્સમાં જીપમાં સવાર થઈને ફરતી ઝરીન ખાન

AXNની બૉલીવુડ ટ્રેઇલ્સમાં જીપમાં સવાર થઈને ફરતી ઝરીન ખાન

04 February, 2020 01:31 PM IST | Rajkot

AXNની બૉલીવુડ ટ્રેઇલ્સમાં જીપમાં સવાર થઈને ફરતી ઝરીન ખાન

ઝરીન ખાન

ઝરીન ખાન


સુપરહિટ ફિલ્મનું શૂટિંગ જ્યાં થયું હોય એ સ્પેશ્યલ લોકેશન પર જવાનું, ત્યાં જઈને એ જ ફિલ્મના ડિરેક્ટર સાથે એ સ્થળ વિશે વાતો કરવાની અને શૂટિંગ દરમ્યાનના નૉસ્ટાલ્જિક પિરિયડને પણ યાદ કરવાનો. આ છે એએક્સએનની ‘બૉલીવુડ ટ્રેઇલ્સ’નો કન્સેપ્ટ. ૨પ જાન્યુઆરીથી શરૂ થયેલા આ શોની હોસ્ટ ઝરીન ખાન છે અને ઝરીન ખાનનો આ ડેબ્યુ શો છે. આ અગાઉ ઝરીનને અનેક શોની ઑફર થઈ હતી, પણ ઝરીને એ સ્વીકારી નહોતી. આ શો સ્વીકારવાનું ખાસ કારણ એ જ કે ઝરીન ફરવાની જબરદસ્ત શોખીન છે.

‘બૉલીવુડ ટ્રેઇલ્સ’માં રાજકુમાર હીરાણી, ઇમ્તિયાઝ અલી, રોહિત શેટ્ટી જેવા દિગ્ગજ ડિરેક્ટર ભાગ લેવાના છે તો ‘થ્રી ઇડિયટ્સ’, ‘જબ વી મેટ’, ‘ચેન્નઈ એક્સપ્રેસ’ જેવી ફિલ્મોના મહત્ત્વના લોકેશન પર ઝરીને જવાનું રહેશે. ઝરીન ખાનની એક ખાસિયત છે કે તે વેકેશન માટે બહાનાં શોધતી રહે છે. ઝરીન પોતે કહે છે, ‘હું વર્ષ દરમ્યાન દુબઈ, મનાલી અને ગોવા એક વાર અચૂક જાઉં.’


Whatsapp-channel Whatsapp-channel

04 February, 2020 01:31 PM IST | Rajkot

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK