જાન્હવી અને ઇશાન સાથે દેખાતા ફરી તેના અફેરની ચર્ચાઓ વધી, જુઓ તસવીરો

Published: Oct 09, 2019, 20:50 IST | મુંબઈ ડેસ્ક

બન્ને અભિનેતાઓએ પોત-પોતાના કરિઅરમાં આગળ વધી રહ્યા છે પણ તેમના સંબંધોને લઇને ચર્ચાઓ હજી પણ ઇન્ટરનેટ પર વાયરલ છે.

ફિલ્મ અભિનેત્રી જાન્હવી કપૂર અને અભિનેતા ઇશાન ખટ્ટર પોતાની ફિલ્મ 'ધડક' રિલીઝ થયા પછી ચર્ચામાં છવાયેલા રહે છે. આ ફિલ્મ દ્વારા જાન્હવી કપૂરે બોલીવુડમાં ડેબ્યૂ કર્યો હતો. બન્ને અભિનેતાઓએ પોત-પોતાના કરિઅરમાં આગળ વધી રહ્યા છે પણ તેમના સંબંધોને લઇને ચર્ચાઓ હજી પણ ઇન્ટરનેટ પર વાયરલ છે.

રુમર્ડ લવબર્ડ્સ આજે લન્ચ ડેટ માટે નીકળ્યા હતા અને ત્યાં તેમને રેસ્ટોરન્ટની બહાર સ્પૉટ કરવામાં આવ્યા. આ અવસરે ઇશાનને સંપૂર્ણ રીતે કૅઝ્યુઅલ એા બ્લેક આઉટફીટ પહેર્યા હતા. તો જાન્હવી કપૂરે પોતાના સ્ટાઇલિશ લૂક દ્વારા ફેશન પોલીસની ઊંઘ ઉડાડી.

જાન્હવી કપૂરે મિલિટ્રી કલરની કાર્ગો પેન્ટ અને સફેદ ક્રૉપ ટૉપ પહેર્યું હતું. જાન્હવી પોતાની આગામી ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. જે આઇએએફ પાયલટ ગુંજન સક્સેનાના જીવન પર આધારિત છે. આ સિવાય તે ફિલ્મ 'રુહી અફઝા', 'તખ્ત' અને 'દોસ્તાના 2'માં જોવા મળશે. દરમિયાન બીજી તરફ ઇશાન હાલ પોતાની આગામી ફિલ્મ 'ખાલી પીલી'માં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તેના સિવાય અનન્યા પાંડે પણ મુખ્ય ભૂમિકામાં છે.

 
 
 
View this post on Instagram

@janhvikapoor and @ishaankhatter Clicked today in #bandra . #janhvikapoor #ishaankhatter #paparazzi #yogenshah @yogenshah_s

A post shared by yogen shah (@yogenshah_s) onOct 9, 2019 at 3:40am PDT

જાન્હવી કપૂર અને ઇશાન ખટ્ટરે પોતાની ફિલ્મો દ્વારા બોલીવુડમાં એક છાપ છોડી છે. બન્ને એક સાથે ફિલ્મ ધડકમાં જોવા મળ્યા હતા. બધાને આ ફિલ્મ ખૂબ જ પસંદ આવી હતી. આ ફિલ્મના રિલીઝ થયા પહેલા જ જાન્હવી કપૂરની માતા શ્રીદેવીનું નિધન થયું હતું. ફિલ્મનું શૂટિંગ બાકી હતું, દરમિયાન જાન્હવી કપૂરે શૂટિંગ વચ્ચે મૂકીને માતાને દુઃખી હ્રદયે અંતિમ વિદાય આપી હતી.

આ પણ વાંચો : શું તમને ખબર છે આ ગુજરાતીઓ રહી ચુક્યા છે 'બિગ બૉસ'ના ઘરમાં!

દરમિયાન જાન્હવી કપૂરનું પરિવાર ખૂબ જ દુઃખી હતું. તેના પછી જાન્હવીએ આ ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું અને આ ફિલ્મને દર્શકોએ પણ વધાવી. આ ફિલ્મનું નિર્દેશન શશાંક ખેતાને કર્યું હતું. જાન્હવી કપૂર પોતાના લૂક્સને લઈને પણ સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK