ક્રિતી ખરબંદા સાથે કામ કરવું ઇનસેન છે : પુલકિત સમ્રાટ

Published: Nov 07, 2019, 11:49 IST | Mumbai

પુલકિત આ પહેલાં યામી ગૌતમ સાથે ચર્ચામાં હતો. જોકે તેની સાથેના બ્રેક અપ બાદ તે તેની ‘પાગલપંતી’ની કો-સ્ટાર ક્રિતી તરફ વળ્યો હોવાની ચર્ચા છે.

પુલકિત અને ક્રિતી
પુલકિત અને ક્રિતી

પુલકિત સમ્રાટનું કહેવું છે કે ક્રિતી ખરબંદા સાથે કામ કરવું એકદમ ઇનસેન છે. પુલકિત અને ક્રિતી ખરબંદા વચ્ચે કંઈક રંધાઈ રહ્યું છે એવી ચર્ચા ઘણા સમયથી ચાલી રહી છે. પુલકિત આ પહેલાં યામી ગૌતમ સાથે ચર્ચામાં હતો. જોકે તેની સાથેના બ્રેક અપ બાદ તે તેની ‘પાગલપંતી’ની કો-સ્ટાર ક્રિતી તરફ વળ્યો હોવાની ચર્ચા છે. ક્રિતી સાથે કામ કરવા વિશે પૂછતાં પુલકિતે કહ્યું હતું કે ‘તેની સાથે કામ કરવું એકદણ ઇનસેન છે. જો મારી આગામી ફિલ્મમાં તે મારી કો-સ્ટાર ન હશે તો મને ખૂબ જ મુશ્કેલી પડવાની છે. અમે બન્ને એકબીજા સાથે ખૂબ જ કમ્ફર્ટ છીએ. તેમ જ અમારી જોડી પણ જામે છે. સેટ પર તે સતત મને બૅલેન્સ રહેવામાં મદદ કરે છે. જો હું કઈ ખોટું કરું અને તેને એ પસંદ ન પડ્યું તો હું ફરી રીટેક આપું છું. જો તે દરેક શોટ બાદ સ્માઇલ આપે તો હું સમજી જાઉં છું કે મેં સારો શોટ આપ્યો છે. અમારી ઓન-સ્ક્રીન કેમિસ્ટ્રી ખૂબ જ અદ્ભુત છે અને રિયલ-લાઇફમાં પણ અમે એવા જ છીએ.’

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK