ઇશ્ક સુભાન અલ્લાહમાં મનીષ ખન્ના મચાવશે તબાહી

Updated: Feb 07, 2020, 18:37 IST | Mumbai Desk

નાગિન ફેમ મનીષ ખન્ના સિરિયલમાં મેઇન કૅરેક્ટરના પિતાના મિત્રના નેગેટિવ રોલમાં જોવા મળશે

ઝી ટીવીનો ડ્રામા શો ‘ઇશ્ક સુભાન અલ્લાહ’ એની રસપ્રદ સ્ટોરીલાઇનને લીધે પૉપ્યુલર બન્યો છે. આ શો હવે ટ્િ‍વસ્ટથી ભરપૂર બનશે, કારણ કે એમાં નવા ચહેરાની એન્ટ્રી થવાની છે. જાણીતા ટીવી-અભિનેતા મનીષ ખન્ના આ શોમાં નેગેટિવ રોલ ભજવતો જોવા મળશે. તેઓ મુખ્ય પાત્ર અદનાન ખાનના પિતાના મિત્ર તરીકે ઘરમાં એન્ટ્રી કરશે જેનો હેતુ પરિવારની તબાહી કરવાનો છે. તેના પાત્રનું નામ ‘જલાલી’ હશે. 

મનીષ ખન્ના કલર્સ ચૅનલની અતિ લોકપ્રિય સિરીઝ ‘નાગિન’થી જાણીતો બન્યો છે અને તેણે જય હો (૨૦૧૪), ડી-ડે (૨૦૧૩), ઝમીન (૨૦૦૩) જેવી હિન્દી ફિલ્મો પણ કરી છે. ‘ઇશ્ક સુભાન અલ્લાહ’માં મુસ્લિમ બૅકડ્રૉપ છે જે રાજકીય, ધાર્મિક અને સામાજિક મુદ્દાઓ રજૂ કરે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK