સુલતાનના ડિરેક્ટર અલી અબ્બાસ ઝફરની આગામી ફિલ્મમાં સલમાન ખાન ને સિલ્વેસ્ટર સ્ટેલન?

Published: Jul 25, 2016, 04:54 IST

અરબાઝ ખાને ‘દબંગ’ સિરીઝની ત્રીજી ફિલ્મ ‘દબંગ ૩’ની સ્ક્રિપ્ટ તૈયાર કરી દીધી છે અને આ ફિલ્મ આવતા વર્ષે મે મહિનાની આસપાસ શરૂ કરવામાં આવશે.


નવી જોડી? : અલી અબ્બાસ ઝફરે સિલ્વેસ્ટર સ્ટેલન સાથે શૅર કરેલો ફોટો.સોનાલી જોશી-પિતળે

અલી અબ્બાસ ઝફરની ‘સુલતાન’ ખૂબ જ હિટ રહી છે ત્યારે તેણે નવી ફિલ્મ પર કામ પણ શરૂ કરી દીધું છે. આ ફિલ્મમાં તે હૉલીવુડના સ્ટાર સિલ્વેસ્ટર સ્ટેલનને લીડ રોલમાં પસંદ કરશે એવી વાતો ચાલી રહી છે. અલીએ જ્યારે સોશ્યલ નેટવર્ક પર તેનો સિલ્વેસ્ટર સ્ટેલન સાથેનો ફોટો શૅર કર્યો ત્યારથી આવી વાતો ચાલી રહી છે. આ એક ઍક્શન-ફિલ્મ હશે જેમાં સિલ્વેસ્ટર સ્ટેલન ટાઇટલ રોલ ભજવશે. આ ફિલ્મમાં તેની સાથે સલમાન ખાન પણ હશે એવી વાતો પણ ચાલી રહી છે. અલી જ્યારે તેને મળવા ગયો હતો ત્યારે તેની સાથે ફિલ્મની વાતચીત કરી હતી અને હાલમાં તેને સાઇન કરવા માટે વાતચીત ચાલી રહી છે. સલમાનને સિલ્વેસ્ટર સ્ટેલન પાસેથી પ્રેરણા મળી છે અને તે હંમેશાં તેના ચાહકોને તેના વિશે એવું કહેતો જોવા મળે છે કે તે તમારા હીરોનો હીરો છે. એથી તેમની જોડી ફિલ્મમાં જોવા મળે એવી સંભાવના છે. જો સિલ્વેસ્ટર સ્ટેલન આ માટે હા પાડે તો ૨૦૦૯માં આવેલી ‘કમબખ્ત ઇશ્ક’ બાદ તે બીજી વાર બૉલીવુડની ફિલ્મમાં કામ કરશે. જોકે એ ફિલ્મમાં તેણે નાનકડી ભૂમિકા ભજવી હતી. એથી હીરો તરીકેની તેની આ પહેલી ફિલ્મ હશે.

દબંગ ૩ની સ્ક્રિપ્ટ તૈયાર

અરબાઝ ખાને ‘દબંગ’ સિરીઝની ત્રીજી ફિલ્મ ‘દબંગ ૩’ની સ્ક્રિપ્ટ તૈયાર કરી દીધી છે અને આ ફિલ્મ આવતા વર્ષે મે મહિનાની આસપાસ શરૂ કરવામાં આવશે. ‘દબંગ’ દ્વારા અરબાઝે તેના અરબાઝ ખાન પ્રોડક્શન્સની શરૂઆત કરી હતી. પરંતુ ત્રીજી ફિલ્મને સલમાન અને અરબાઝ બન્ને દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવશે. રાજકુમાર સંતોષીની ફિલ્મને હોલ્ડ પર મુકાતાં સલમાનની ‘ટuુબલાઇટ’ બાદ ‘દબંગ ૩’ શરૂ કરવામાં આવે એવું બની શકે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK