બોલીવુડના મિસ્ટર પર્ફેક્ટનિસ્ટ આમિર ખાનના માતા ઝીનત 85 વર્ષના થયા. તેમણે ધરમશાળામાં નજીકના લોકો સાથે પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કરી. આ ઉજવણીમાં આમિર ખાનની પૂર્વ પત્ની રીના દત્તા હાજર હતા. સાથે કિરણ રાવ તેના માતા-પિતા સાથે, દીકરા જુનૈદ અને આઝાર, દીકરી ઈરા, મંસૂર ખાન, સિસ્ટર નિખત ખાન, ફરહાત ખાન, નુઝત ખાન, અમીન હાજી અને કમીર હાજી પણ હાજર રહ્યા.
આમિર ખાનની દીકરી ઈરાએ પાર્ટીના ફોટો અને વીડિયો પોસ્ટ કર્યા. નાનાકડા આઝાદે દાદીમાને કેક કાપવામાં મદદ કરી. જુઓ તેનો વીડિયો અહીં...
ઈરાએ સોશિયલ મીડિયા પર ખાસ મેસેજ અને પિક્ચર્સ પોસ્ટ કર્યા. તેણે લખ્યું કે..દાદી આજે 85 વર્ષના થયા. પણ તેઓ એવા દેખાતા નથી. તેમના જેવા કૂલ દાદીમાં હોવા ખૂબ જ સારી વાત છે. તેઓ તેમની રીતે સાચા છે પણ તે શાંત છે અને સહનશીલ છે. તેમની સાથે સમય પસાર કરવો મને ગમે છે. તેમની સાથે પત્તા રમવા માટે હું કોઈ પણ પાર્ટી છોડી શકું છું. તે એવી વ્યક્તિ છે જેની પાસેથી ઘણું શીખવા જેવું છે. ખાસ કરીને કબાબ કેમ બનાવવા!
આમિર ખાને સોશિયલ મીડિયા પર આ તસવીર પોસ્ટ કરી અને મેસેજ પણ લખ્યો.
આમિર સાથે બૉક્સ ઑફિસ પર ટક્કર છે લકી, આ હીરો છે તેના સાક્ષી
Nov 29, 2019, 16:06 ISTલાલ સિંહ ચઢ્ઢામાં આવો હશે આમિર ખાનનો લૂક, ચાહકોને આવી રહ્યો છે પસંદ
Nov 18, 2019, 13:03 ISTબચ્ચન પાન્ડે અને લાલ સિંહ ચઢ્ઢાની ટક્કર ટળશે?
Nov 13, 2019, 11:14 ISTLaal Singh Chaddha: પાર્ટી કરતાં દેખાયા આમિર અને કરીના, જુઓ તસવીરો
Nov 12, 2019, 16:18 IST