ઈન્ડિયાઝ મોસ્ટ વૉન્ટેડ ટ્રેલર રિલીઝઃ આતંકીઓને પકડવાના મિશન પર અર્જુન કપૂર

મુંબઈ(એન્ટરટેઈન્મેન્ટ ડેસ્ક) | May 02, 2019, 15:41 IST

અર્જુન કપૂરની આગામી ફિલ્મ ઈન્ડિયાઝ મોસ્ટ વૉન્ટેડનું ટ્રેલર રિલીઝ થયું છે. ફિલ્મમાં અર્જુન જાસૂસની ભૂમિકામાં જોવા મળશે.

ઈન્ડિયાઝ મોસ્ટ વૉન્ટેડ ટ્રેલર રિલીઝઃ આતંકીઓને પકડવાના મિશન પર અર્જુન કપૂર
ઈન્ડિયાઝ મોસ્ટ વૉન્ટેડ

અજય દેવગણ સાથે ફિલ્મ રેડ અને વિદ્યા બાલન સાથે નો વન કિલ્ડ જેસકા જેવી ફિલ્મો આપનાર રાજકુમાર ગુપ્તા હવે એક ક્રાઈમ ડ્રામા લઈને આવી રહ્યા છે. જેનું નામ ઈંડિયાઝ મોસ્ટ વૉન્ટેડ છે. આ ફિલ્મમાં અર્જુન લીડ રોલમાં છે. અને ફિલ્મની કહાની સત્ય ઘટના પર આધારિત છે.

ઈંડિયાઝ મોસ્ટ વૉન્ટેડનું ટ્રેલર આજે રિલીઝ થયું છે. એક પણ ગોળી ચલાવ્યા વગર ભારતના એક ખૂંખાર આતંકીને પકડવાની આ કહાની છે. જેમાં અર્જુન કપૂરે પ્રભાત કપૂરની ભૂમિકામાં છે, જે એક જાસૂસ છે અને તેની સાથે તેના ચાર સાથીઓ છે. ફિલ્મ રવીન્દ્ર કૌશિક નામના જાસૂસ પર આધારિત છે.

કૌશિક રંગભૂમિના કલાકાર રહી ચુક્યા છે. લખનઊમાં ઈંટેલિજંસના અધિકારીઓએ તેમને નાટક કરતા જોયા હતા. જે બાદ તેમને દિલ્હીમાં 2 વર્ષ તાલિમ આપવામાં આવી. રૉએ તેમને 23 વર્ષની ઉંમરમાં પાકિસ્તાન મોકલ્યા. જ્યાં તેમણે એક યુવતી સાથે લગ્ન કરી લીધા. તેઓ પહેલા પાકિસ્તાનની આર્મીમાં ક્લાર્ક બન્યા અને પછી મેજર.1972 થી 1983 સુધી તેમણે ભારતને ઘણી મહત્વની જાણકારીઓ આપી. બાદમાં પાકિસ્તાની સેનાએ તેમને રંગે હાથ પકડી લીધા. તેમનું 47 વર્ષની ઉંમરમાં પાકિસ્તાનની જેલમાં નિધન થઈ ગયું. તેમણે એક પણ ગોળી ચલાવ્યા વગર કુખ્યાત આતંકીને પકડાવ્યો હતો.

આ પણ વાંચોઃ મલાઈકા અરોરાને લઈને ફોટોગ્રાફર્સ પર ભડક્યા અર્જુન કપૂર, આ છે મામલો

રાજકુમાર ગુપ્તાએ કૌશિકના માતા અને ભાઈ પાસેથી મળેલી જાણકારીનીના આધારે સ્ક્રીપ્ટ લખી છે. તેઓ 3 વર્ષથી તેના પર કામ કરી રહ્યા હતા અને હવે ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK