Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ત્રણ-ત્રણ વિલન સાથે ટક્કર લેશે સલમાન

ત્રણ-ત્રણ વિલન સાથે ટક્કર લેશે સલમાન

22 March, 2020 02:33 PM IST | Mumbai Desk
Mumbai Correspondent

ત્રણ-ત્રણ વિલન સાથે ટક્કર લેશે સલમાન

સલમાન ખાન

સલમાન ખાન


સલમાન ખાન તેની આગામી ફિલ્મ ‘રાધે : યો મોસ્ટ વૉન્ટેડ ભાઈ’માં એક નહીં, પરંતુ ત્રણ-ત્રણ વિલન સાથે ટક્કર લઈ રહ્યો છે. પ્રભુ દેવા દ્વારા ડિરેક્ટ કરવામાં આવી રહેલી આ ફિલ્મનું શૂટિંગ હાલમાં મુંબઈમાં કરવામાં આવી રહ્યું હતું. કોરોના વાઇરસને લીધે તમામ શૂટિંગ કૅન્સલ થયાં હતા છતાં ‘રાધે...’નું શૂટિંગ તમામ જાતની કાળજી લઈને કરવામાં આવી રહ્યું હતું. જોકે તમામ શૂટિંગ પર ૩૧ માર્ચ સુધી રોક લગાવી દીધી હોવાથી આ શૂટિંગ અટકી ગયું હતું. આ ફિલ્મમાં તેની સાથે રણદીપ હૂડા કામ કરી રહ્યો છે. રણદીપ એકલો વિલન નથી. તેની સાથે ગૌતમ ગુલાટી અને સિક્કિમનો ઍક્ટર સાંગ હઈ જોવા મળશે. આ ફિલ્મમાં દરેકની ઍક્શન માટે ત્રણ ઍક્શન ડિરેક્ટરને પસંદ કરવામાં આવ્યા હતા. આ ફિલ્મને ઈદ વખતે એટલે કે બાવીસમી મેએ રિલીઝ કરવામાં આવશે, જેમાં દિશા પટણી જોવા મળશે.


Whatsapp-channel Whatsapp-channel

22 March, 2020 02:33 PM IST | Mumbai Desk | Mumbai Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK