ઇમરાન ખાન અને પત્ની અવંતિકાને લઇને સાસુએ કર્યો ખુલાસો

મુંબઈ | Jun 09, 2019, 22:07 IST

બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી આમીર ખાનનો ભત્રીજો ઇમરાન ખાન છેલ્લા ઘણા સમયથી ચર્ચાનો વિષય બન્યો છે. છેલ્લા ઘણા સમયથી ઇમરાન ખાન અને તેની પત્નીને લઇને ચર્ચાને વેગ મળ્યું છે. ઇમરાન ખાન અને તેની પત્ની અવંતિકા મલિક વચ્ચે અણબનાવ ચાલી રહ્યો છે.

ઇમરાન ખાન અને પત્ની અવંતિકાને લઇને સાસુએ કર્યો ખુલાસો
ઇમરાન ખાન અને પત્ની અવંતિકા (PC : Midday)

બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી આમીર ખાનનો ભત્રીજો ઇમરાન ખાન છેલ્લા ઘણા સમયથી ચર્ચાનો વિષય બન્યો છે. છેલ્લા ઘણા સમયથી ઇમરાન ખાન અને તેની પત્નીને લઇને ચર્ચાને વેગ મળ્યું છે. ઇમરાન ખાન અને તેની પત્ની અવંતિકા મલિક વચ્ચે અણબનાવ ચાલી રહ્યો છે. આ બન્ને એકબીજાથી છૂટાછેડા લેવાનું વિચારી રહ્યા છે. આ અંગે હાલમાં એક ઇવેન્ટમાં ઇમરાનથી સવાલ પણ કરવામાં આવ્યો હતો. જેનો જવાબ તેને આપ્યો ન હતો. ત્યારે હવે અવંતિકાની માતા વંદનાનું આ મામલે નિવેદન આપ્યું છે.


ઇમરાનના સાસુએ આપ્યો જવાબ
મળતી માહિતી પ્રમાણે અવંતિકાની માતાએ જણાવ્યું છે કે સ્ટાર કપલ વચ્ચે ઘણા મુદ્દા છે. તેમના સંબંધને લઇને કોઇ નવી અપડેટ નથી. વધુમાં તેમણે કહ્યું કે ઇમરાન અને અવંતિકા સમસ્યાનો ઉકેલ લાવીને આગળ વધશે કે નહીં, તે આવનારો સમય જ બતાવશે. જણાવી દઇએ કે આ પહેલા પણ વંદના મલિકથી તેમની પુત્રી અને ઇમરાનના છૂટાછેડાની ખબરને લઇને સવાલ થયા હતા. ત્યારે તેમણે આ માત્ર અફવા ગણાવી હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK