જો તમે ઇમોશનલી ટફ ન હો તો કપરા સમયનો સામનો ન કરી શકો: રામ કપૂર

Published: Sep 03, 2020, 18:46 IST | Gujarati Mid-day Correspondent | Mumbai

‘અભય 2’ અને ‘અ સૂટેબલ બૉય’માં કામ કર્યું છે અભિનેતાએ

રામ કપૂર
રામ કપૂર

રામ કપૂરનું કહેવું છે કે જો તમે ઇમોશનલી ટફ હશો તો જ તમારા કપરા સમય દરમ્યાન તમે મક્કમ રહી શકશો. લાઇફમાં આવતા દરેક તબક્કાનો દૃઢતાથી સામનો કરવામાં તે માને છે. તેણે ‘અભય 2’ અને ‘અ સૂટેબલ બૉય’માં કામ કર્યું છે. પોતાને ચૅલેન્જિંગ રોલ કરવા ગમે છે એ વિશે રામ કપૂરે કહ્યું હતું કે ‘શરૂઆતમાં સ્ટ્રગલ કર્યા બાદ ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાં નામ કમાવવામાં હું સફળ રહ્યો હતો. ત્યાર બાદ મેં ક્વૉલિટી વર્કમાંથી ક્વૉન્ટિટી પર ધ્યાન આપવાનું મેં નક્કી કર્યું હતું. આજે હું જ્યારે એમ કહું કે કામ મારા માટે ફન છે અને ચૅલેન્જિંગ અને એન્ગેજિંગ કૅરૅક્ટર્સ કરું તો એ માટે હું વેબ-સિરીઝમાં કામ કરું છું. એ બધું હું ચોક્કસ પ્રકારનું ફાઇનૅન્શ્યલી અને ઇમોશનલી સમતોલ જાળવીને કરું છું. મેં આ બધું ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાં 10 વર્ષ કામ કર્યા બાદ મેળવ્યું છે. ઇન્ડસ્ટ્રીમાં પ્રગતિ, સફળતા અને પ્રસિદ્ધિ ખૂબ મળે છે, પરંતુ જ્યારે ખરાબ સમય આવે છે તો એ ખૂબ કપરો હોય છે. એવામાં જો તમે ટફ ન હો તો આ ખરાબ સમયની સામે તમે ટકી ન શકો. અજવાળા માટે અંધારામાંથી પસાર થવું જરૂરી છે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK