Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ઍક્ટિંગને કરીઅર તરીકે પસંદ કરવા માટે હું કૉન્ફિડન્ટ નહોતો : વિકી કૌશલ

ઍક્ટિંગને કરીઅર તરીકે પસંદ કરવા માટે હું કૉન્ફિડન્ટ નહોતો : વિકી કૌશલ

15 March, 2020 04:24 PM IST | Mumbai Desk

ઍક્ટિંગને કરીઅર તરીકે પસંદ કરવા માટે હું કૉન્ફિડન્ટ નહોતો : વિકી કૌશલ

વિકી કૌશલ

વિકી કૌશલ


વિકી કૌશલે ઍક્ટિંગને કરીઅર તરીકે પસંદ કરવા માટે ખૂબ જ સ્ટ્રગલ કરવી પડી હતી. વિકી આજે ઘણી સારી-સારી ફિલ્મો કરી રહ્યો છે. એ વિશે વધુ જણાવતાં વિકીએ કહ્યું હતું કે ‘લાઇફ ખૂબ જ સારી છે. આટલા સમયમાં હું ઘણુંખરું શીખ્યો છું. મારા પેરન્ટ્સની ઇચ્છા છે કે હું હંમેશાં નમ્ર રહું. તેમનાં સંસ્કાર અને ઉછેરને કારણે જ હું આજે આ સ્થાને પહોંચ્યો છું. અમે જ્યારે મોટા થઈ રહ્યા હતા ત્યારે જ મારા પેરન્ટ્સે અમને જરૂરિયાત અને લક્ઝરી વિશે ચોખવટ કરી હતી. લક્ઝરી એક એવી વસ્તુ છે જેને મારે અને મારા ભાઈ સનીએ મહેનતથી મેળવવાની હતી. પહેલાં તો મારે મારા કૉન્ફિડન્સને વિકસિત કરવા માટે ખૂબ સ્ટ્રગલ કરવી પડી હતી, કારણ કે ઍક્ટિંગ એક એવી કરીઅર છે કે જેમાં અપિયરિન્સ ખૂબ અગત્યનું છે. હું હંમેશાં એમ જ વિચારતો હતો કે લાંબા અને પાતળા છોકરાઓને કદી પણ ફિલ્મોમાં તક નથી મળતી. જોકે આજે હું અહીં પહોંચી ગયો છું. મારી એન્જિનિયરિંગની સ્ટડી દરમ્યાન મેં કદી પણ નહોતું વિચાર્યું કે હું એક ઍક્ટર બનીશ. ઇન્ડસ્ટ્રિયલ વિઝિટ દરમ્યાન મને મારો ઉદ્દેશ સમજાઈ ગયો અને મને અહેસાસ થયો હતો કે મારે શું નથી કરવુ. મેં ખૂબ વિચાર કર્યો અને સમજાયું કે પર્ફોર્મન્સ આપવામાં જ મને વધુ ઇન્ટરેસ્ટ છે.’

પિતાની શું ઇચ્છા હતી એ વિશે વિકીએ કહ્યું હતું કે ‘મેં જ્યારે મારા પિતાને કહ્યું હતું કે હું ઍક્ટિંગને કરીઅર તરીકે આગળ વધારવા માગું છું તો તેઓ ચોંકી ગયા હતા. તેમનું એમ જ માનવાનું હતું કે ફૅમિલીમાં એક સદસ્ય ડેસ્ક જૉબ કરે, મહિનાનો ફિક્સ પગાર મેળવે અને ફૅમિલી સાથે તે દિવાળી પર વેકેશનમાં બહાર જઈ શકે.’


Whatsapp-channel Whatsapp-channel

15 March, 2020 04:24 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK