'ડ્રીમ ગર્લ' એક્ટ્રેસ નુશરત ભરૂચાએ ડિપ્રેશન અંગે કર્યો આ ખુલાસો

Published: 18th September, 2019 12:10 IST | મુંબઈ

ડિપ્રેશનનો શિકાર બનેલી નુશરત ભરૂચાએ જણાવ્યું હતું કે તેને એ વખતે માત્ર એક જ વસ્તુ પર ભરોસો હતો કે જલદી જ બધુ સારુ થઈ જશે.

નુશરત ભરૂચા
નુશરત ભરૂચા

ડિપ્રેશનનો શિકાર બનેલી નુશરત ભરૂચાએ જણાવ્યું હતું કે તેને એ વખતે માત્ર એક જ વસ્તુ પર ભરોસો હતો કે જલદી જ બધુ સારુ થઈ જશે. સાથે જ તેનું એમ પણ માનવું છે કે આવા સમયમાં ફૅમિલી અને ફ્રેન્ડ્સનો સપોર્ટ ઘણું મહત્વ ધરાવે છે. ડિપ્રેશન દરમ્યાન કઈ એવી વસ્તુ હતી જે તેને આગ‌ળ વધવામાં કામ આવી હતી? આ સવાલનો જવાબ આપતાં નુશરતે કહ્યું હતું કે ‘મારા મતે મારી આસપાસનાં લોકો મારી ફૅમિલી અને ફ્રેન્ડ્સે ખૂબ જ સહકાર આપ્યો હતો. એ લોકો હંમેશાં મારી આસપાસ હતાં. મારી અંદરથી એક જ અવાજ આવતો હતો કે આ પરિસ્થિતિમાંથી પણ હું બહાર આવી જઈશ.

આ પણ વાંચો : અમારી ફિલ્મના સેટ પર હવે પ્લાસ્ટિક જોવા નહીં મળે : વિકી કૌશલ

જો હું એમાંથી બહાર ના આવુ તો એ ગંભીર બાબત બની જશે. હું સતત એમ જ માનતી હતી કે જલદી જ બધુ સારુ થઈ જશે. એ વિશ્વાસને કારણે જ હું એ સમસ્યામાંથી બહાર આવી શકી.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK