Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > બૉડી-શેમિંગ પર પ્રહાર કર્યા વિદ્યા બાલને

બૉડી-શેમિંગ પર પ્રહાર કર્યા વિદ્યા બાલને

01 June, 2019 10:48 AM IST | મુંબઈ

બૉડી-શેમિંગ પર પ્રહાર કર્યા વિદ્યા બાલને

વિદ્યા બાલન

વિદ્યા બાલન


વિદ્યા બાલને બૉડી-શેમિંગ પર આકરા શબ્દોમાં વાર કરતાં એને બંધ કરવા કહ્યું હતું. વિદ્યાએ આ વિષય પર એક ખાસ વિડિયો બનાવ્યો હતો જેમાં તે બૉડી-શેમિંગ સંદર્ભે પોતાની લાગણી વ્યક્ત કરી રહી છે. વિડિયોમાં બૉડી-શેમિંગ પર વાતો કરતાં-કરતાં તે રડતી પણ જોવા મળે છે. આ વિડિયોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને વિદ્યાએ કૅપ્શન આપી હતી કે ‘ચાલો બૉડી-શેમિંગ વિષય પર ચર્ચા કરીએ. આપણામાંથી મોટા ભાગના લોકો બૉડી-શેમિંગનો શિકાર થાય છે. બૉડી જ્યારે વર્તમાન સમયની સુંદરતાના માપદંડ પર ખરી નથી ઊતરતી તો લોકો એના વિશે વાંધાજનક કમેન્ટ્સ કરે છે. હું હવે બૉડી-શેમિંગની સામે જંગ લડીશ.’

આ પણ વાંચો : તૈમુરના જન્મ બાદ હું 8 કલાકથી વધુ સમય કામ નથી કરતી: કરીના કપૂર ખાન



બૉડી-શેમિંગ પર પોતાના અનુભવ જણાવતાં વિદ્યાએ કહ્યું હતું કે ‘મારા શરૂઆતના દિવસોમાં જ્યારે હું ઇન્ડસ્ટ્રીમાં નહોતી આવી લોકો મને નાસીપાસ કરવા માટે અનેક બાબતો કહેતા હતા. તેઓ મને ‘જાડી’ કહેતા હતા. મેં બૉડી-શેમિંગનો સામનો કર્યો છે જે ખરેખર તમારા આત્મવિશ્વાસને ઠેસ પહોંચાડે છે. ફિઝિકલ ફિટનેસ જ માત્ર એક રીત નથી, એને સુંદરતા ન ગણી શકાય.’


Whatsapp-channel Whatsapp-channel

01 June, 2019 10:48 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK