Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મારી મમ્મીએ ૯ વખત થિયેટરમાં જઈને સુપર 30 જોઈ હતી : હૃતિક રોશન

મારી મમ્મીએ ૯ વખત થિયેટરમાં જઈને સુપર 30 જોઈ હતી : હૃતિક રોશન

17 November, 2019 09:14 AM IST | Mumbai

મારી મમ્મીએ ૯ વખત થિયેટરમાં જઈને સુપર 30 જોઈ હતી : હૃતિક રોશન

હ્રિતિક અને તેનો પરિવાર આનંદ કુમાર સાથે

હ્રિતિક અને તેનો પરિવાર આનંદ કુમાર સાથે


હૃતિક રોશને જણાવ્યું હતું કે તેની મમ્મીએ ‘સુપર 30’ ૯ વખત થિયેટરમાં જઈને જોઈ હતી. પટણાનાં ગણિતશાસ્ત્રી આનંદ કુમારના જીવન પર આધારિત આ ફિલ્મમાં તેમનું પાત્ર હૃતિકે ભજવ્યું હતું. ૧૨ જુલાઈએ આ ફિલ્મ રિલીઝ થઈ હતી. હૃતિકની ફૅમિલી આનંદ કુમારને મળવા માટે ખૂબ ઉત્સાહિત હતી. એથી હૃતિકની ફૅમિલીએ તાજેતરમાં જ આનંદ કુમાર અને તેમનાં ભાઈ પ્રણવ સાથે ભોજન કર્યું હતું. એ મુલાકાત વિશે જણાવતાં હૃતિકે કહ્યું હતું કે ‘એ એક સારી સાંજ રહી હતી. મારી મમ્મીએ ૯ વખત થિયેટરમાં જઈને ‘સુપર 30’ જોઈ હતી. જોકે તેમને કદી પણ આનંદ સર અને તેમનાં ભાઈ પ્રણવને મળવાનો ચાન્સ નહોતો મળ્યો. ગઈકાલે અમે બધા મળ્યા હતાં અને ‘સુપર 30’ની એ કપરી જર્ની વિશે સ્માઇલ અને હસતા-હસતા ચર્ચા કરી હતી. ફિલ્મની સફળતાને જોઈને શૂટિંગ દરમ્યાનના કપરા સમય, ઘટના અને ચર્ચા વિચારણા પર આજે અમને હસવું આવે છે. કોઈ પણ વસ્તુને સેલિબ્રેશન કરવા માટે સારા ભોજન પર સારી ચર્ચા કરવી શ્રેષ્ઠ ઑપ્શન છે અને અમે એ જ કર્યું હતું.’
હૃતિકની ફૅમિલી સાથે થયેલી આ મુલાકાત પર ખુશી વ્યક્ત કરતાં આનંદ કુમારે કહ્યું હતું કે ‘હૃતિક મને સતત કહેતો હતો કે તેમની ફૅમિલી અમને મળવા માટે ખૂબ ઉત્સાહિત છે. જોકે તે તેની ‘વૉર’માં વ્યસ્ત હતો. હું પણ મારા શહેરમાં મારા ક્લાસિસમાં બીઝી હતો. આ જ કારણસર અમારો ડિનરનો પ્લાન સફળ નહોતો થતો. તેમને મળીને લાગ્યુ કે હું મારી ફૅમિલી સાથે જ છું. રાકેશજીએ જ્યારે મને ભોજન પિરસ્યુ ત્યારે હું ખૂબ ભાવુક થયો હતો.’


Whatsapp-channel Whatsapp-channel

17 November, 2019 09:14 AM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK